Friday, December 2, 2022

Buy now

આવતીકાલે શંકરાચાર્ય જયંતીએ પૂ. ગુરુમાના સાંન્નિધ્યમાં સમદર્શન આશ્રમમાં પૂજન યોજાશે

નાગરિકોને ભાવભર્યું નિમંત્રણ

ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય આદિશ્રી શંકરાચાર્યજીની તારીખ ૬ મે, શુક્રવારે જન્મજયંતી છે. ગાંધીનગરના સમદર્શન આશ્રમ, સેક્ટર-૧માં શંકરાચાર્ય જયંતી નિમિત્તે  આવતીકાલે સવારે ૭.૦૦ થી ૮.૩૦ દરમિયાન ભગવાન શ્રી શંકરાચાર્યજી પૂજનનું આયોજન કરાયું છે.

ઈ.સ.૭૮૮-૮૨૦ એટલે કે, સાતમી સદીના અંત ભાગમાં અને આઠમી સદીના આરંભકાળમાં કરુણાવિગ્રહ શ્રી શંકરાચાર્યજીએ ૩૨ વર્ષના અલ્પ જીવનકાળ દરમિયાન પ્રસ્થાનત્રયી- ઉપનિષદ, ભગવદગીતા, બ્રહ્મસૂત્ર પર ભાષ્યો લખ્યા. તેમજ બીજા અનેક ગ્રંથો પણ લખ્યા. શંકરાચાર્યજીએ આખા હિન્દુસ્તાનમાં પ્રવાસ ખેડીને ઉપનિષદોનો અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યો અને એના પ્રચાર અને રક્ષણ માટે દેશના ચાર ખૂણે ચાર મઠ સ્થાપ્યા. આ મઠો દક્ષિણમાં શૃંગેરીમાં, પશ્ચિમમાં દ્વારકામાં, ઉત્તરમાં બદરીનાથમાં અને પૂર્વમાં પુરીમાં સ્થાપ્યા.

છેલ્લા ૨૫ વર્ષથી ગાંધીનગરને  ઉપનિષદ અને ગીતાજીના સત્સંગનો લાભ આપી રહેલા પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીના સાંનિધ્યમાં યોજાનાર ભગવાન શ્રી શંકરાચાર્યજીના પૂજન પ્રસંગે નાગરિકોને પધારવા સમદર્શન આશ્રમ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે.આદી શંક્રાચાર્યનો સમય ઈ. સ. પુર્વ 509 થી ઇ. સ. પુર્વ 477 હતો

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ