Wednesday, December 6, 2023

Buy now

આ વર્ષથી 6 વર્ષ પુરા કરેલ બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે, એકાદ મહિનો પણ ચુક્યો હશે તો 7 વર્ષે પ્રવેશ મળશે

શૈષણિક વર્ષ 2023 / 24 થી 1 લી જૂન સુધી 6 વર્ષની ઉંમર પૂરી કરનારા બાળકને જ ધોરણ 1 માં પ્રવેશ મળવાનો છે , જેથી એકાદ મહિના બાદ 6 વર્ષ પૂરા કરનારા બાળકને પ્રાથમિક શાળામાં છેક સાત વર્ષની ઉંમરે એકડો ઘૂંટવા મળશે . જોકે , હાલ નવા શૈક્ષણિક વર્ષ 2022/23 થી અંદાજે 25000 ઉપરાંત બાળકો મે મહિનાની 31 મી તારીખે પાંચ વર્ષ પૂરા કર્યા હશે તો પણ પ્રાથમિક શાળાના ધોરણ 1 માં પ્રવેશ મેળવે એવો અંદાજ છે . ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ બે વર્ષ અગાઉ 2020 ની 23 મી ડિસેમ્બરે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી સુધારેલા જાહેરનામા અંગે જણાવ્યું હતું કે , શૈક્ષણિક વર્ષના 1 લી જૂનના રોજ જે બાળકની ઉંમર 6ઠું વર્ષ પૂરું થયું ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં . તેમણે વધુમાં લખ્યું છે કે , શૈક્ષણિક વર્ષ 2020/21 , 2021/22 અને 2022/23 દરમિયાન કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલી હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેતો હતો , જેમાં હવે શૈક્ષણિક વર્ષ 2023/24 માટે સુધારો આવ્યો છે અને 1 લી જૂનથી 6 વર્ષ પૂરા કરનારા બાળકને ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે . જે બાબતે વાલીઓ અવઢવમાં છે , જેથી સ્પષ્ટતા કરવી .જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક જેમ કે પ્લેગ્રાઉન્ડ , નર્સરી , જુ.કેજી . , સી.કેજી.માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1 માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023 / 24 માં 1 લી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોય .

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ