ઉનાળામાં પેટની સમસ્યા માટે આહારમાં ફ્રૂટ્સ, નાળીયેર પાણી વગેરે લેવા હિતાવહ છે. આ સાથે ડેરી પ્રોડક્ટ દહી, છાશ વગેરેના પણ અનેક ફાયદાઓ છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ગરમી પણ વધુ અસર કરી રહી છે. ગરમાવટ ભરેલા માહોલમાં ઉનાળો આપણા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓ પણ બનતો હોય છે. તેમાં પણ ખાસ કરીને પેટની સમસ્યા પણ સ્કિન સહીતની સમસ્યાઓની જેમ જ થાય છે. તેમાં પણ ખાવા પીવાનું ધ્યાનના રહેતા, અપચો રહેતા એસિડિટી સહીતની સમસ્યાઓ વધી જાય છે.
ઉનાળામાં અપચાનો સામનો ના કરવો પડે તેના માટે ઘરગથ્થુ ઉપચારો અથવા એસિડિટીમાંથી રાહત મેળવવાના ઉપાયો જાણવા જરૂરી છે. પરંતુ એ પહેલા પણ જરૂરી આપણે આપણા આહાર પર કંટ્રોલ કરવો જરૂરી છે. કારણ કે કેટલાક ખોરાક તમારા શરીરને ગરમ રાખે છે જેમાં ગેસ એસિટીડીથી આપણું પેટ પણ ફૂલે છે અને કાયમ માટે એસિડિટી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
ઉનાળામાં પેટની સમસ્યાઓ સામે નાળીયેરનું પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં ફાયબરનું પ્રમાણ પણ ભરપૂર હોય છે અને તે નિયમિત આંતરડાને સ્વચ્છ રાખે છે એને આંતરડાની ગતિમાં પણ વધારો કરે છે અને એસિડિટીમાં પણ તેનાથી રાહત થાય છે. આ સાથે તરબૂચ પમ જરૂરી છે જે એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાઈબર હોય છે. એસિડ રિફ્લક્સ અને પેટની અન્ય બિમારીઓ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સફરજન અને પપૈયા જેવા અન્ય ફળો પણ ફાઈબરના સારા સ્ત્રોત છે અને એસિડીટી રોકવામાં મદદ કરે છે. એસિડિટીનો સામનો કરવા માટે દૂધ એ બીજી શ્રેષ્ઠ રીત છે. દૂધ પેટમાં એસિડની રચનાને શોષી લે છે, ગેસ્ટ્રીક સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે અને કોઈ પણ હાર્ટ બર્ન એસિડ ઉત્પન્ન કરતી સમસ્યાને અટકાવે છે. એક ગ્લાસ સાદા ઠંડા દૂધનો ઠંડો ગ્લાસ પી શકો છો.
દૂધ ઉપરાંત હળવી વસ્તુ દહીં અને છાશ પણ એસિડિટીમાં રાહત આપે છે. આ પેટને ઠંડક આપે છે અને તેમાં રહેલા કુદરતી બેક્ટેરિયા એસિડને જમા થવા દેતા નથી. તેઓ સમગ્ર પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જમ્યા પછી નિયમીત દહીં અને છાશ પણ આહારમાં લેવું ફાયદાકારક છે.