રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે (GPSSB) બમ્પર ભરતી જાહેર કરી છે. ખાસ પ્રકારનો અભ્યાસ કરતા ઉમેદવારો ગુજરાત પંચાયતની આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. GPSSB એ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પદ પર ભરતી હજી શરૂ થઈ નથી પરંતુ ટૂંક સમયમાં તેમના માટે એપ્લિકેશન લિંક એક્ટિવ કરવામાં આવશે.
GPSSB ભરતીની જરૂરી તારીખ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બહાપ પાડેલી આ જગ્યાઓ માટેની અરજીઓ 16 મે 2022થી શરૂ થશે. તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી મે 2022 છે. ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા અરજી કરો.
આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ- ક્લાસ 3)ના કુલ 1866 પદો પર ભરતી કરવામાં આવશે
કોણ કરી શકે છે અરજી
જીપીએસએસબીની MPHW પદ માટે તે ઉમેદવારો અરજી કરી શકે છે જેમણે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર બેઝિક કોર્સ સર્ટિફિકેટ મેળવ્યું હોય અથવા તેમાં ઓછામાં ઓછો એક વર્ષનો ડિપ્લોમા હોય. આ સાથે માન્ય સંસ્થામાંથી એક વર્ષનો સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ કરેલ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
આ ઉપરાંત ઉમેદવારોને કોમ્પ્યુટરનું બેઝિક જાણકારી હોવું જોઈએ. ઉપરાંત તેને હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
કેવી રીતે થશે સિલેક્શન
જીપીએસએસબી MPHW પુરૂષ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષા 100 માર્ક્સની રહેશે. આ જગ્યાઓ માટે એપ્લાય કરવાની વય મર્યાદા 18 થી 34 વર્ષ છે. એપ્લિકેશન લિંક આ વેબસાઇટ પર એક્ટિવ હશે- ojas.gujarat.gov.in