Thursday, May 26, 2022

Buy now

ચહેરા પર થતા મસની સમસ્યા હોય તો ઘરે જ આ દેશી ઉપચાર કરો, તમારા લાંબા સમય સુધી તેનો સામને નહીં કરવો પડે

ચહેરા પર કે ગરદન અને હાથ-પગ પર મસો હોવો એ આજકાલ સામાન્ય વાત થઈ ચૂકી છે. કેટલાંક લોકોમાં આ ચીજ વારસાગત પણ હોય છે. કેટલાંક લોકોને વધારે સમય તાપમાં રહેવાને કારણે મસા થઈ જાય છે. મસ એ ગંભીર સમસ્યા નથી પણ તે ચહેરા પર હોય તો તમારો દેખાવ બગાડી શકે છે.

મસ થવાનું મુખ્ય કારણ

હ્યુમન પેપીલ્લોમા વાયરસ છે.

તે પીગમેન્ટ કોશિકાઓનો એક સમૂહ હોય છે જે દેખાવમાં ભૂરા રંગનો હોય છે.

ઘણા ઓછા કિસ્સામાં તે હાનિકારક હોય છે પરંતુ તેને કારણે કેન્સરની પણ શક્યતા રહેલી છે. કેટલાંક લોકો સર્જરી કરાવી તેનાથી છૂટકારો મેળવી લે છે પરંતુ મોટાભાગના લોકો તેની કોઈ ટ્રીટમેન્ટ કરાવવાથી ડરે છે.

કેટલાંક લોકોને મસ વારસામાં મળે છે. આવા મસને દૂર કરવા મુશ્કેલ થઈ પડે છે કારણ કે આ સમસ્યા જન્મજાત હોય છે. પરંતુ જો તડકા કે કોઈ બીજા પોષકતત્વોની ખામીને કારણે મસ થતા હોય તો આયુર્વેદ અને ઘરેલુ ઉપચારની મદદથી તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો.

લસણ પણ મસ હટાવવામાં અકસીર માનવામાં આવે છે. લસણની થોડી કળીને છોલીને પીસી લો. તેને મસ પર એવી રીતે લગાવો કે જેથી તે સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય. હવે તેના પર પટ્ટી બાંધી લો જેથી તે તેની જગ્યાએથી ખસે નહિ. થોડા દિવસ નિયમિત આ પ્રયોગ કરવાથી મસા હટવા માંડે છે.

ડુંગળીમાં અનેક એવા તત્વો મળે છે જે મસાને જડ મૂળથી ખતમ કરી શકો છે. તેમાં મળતા એન્ટિ વાયરલ અને એન્ટિ બેક્ટેરિયલ તત્વ મસાને કાપીને તેને ઠીક કરવામાં મદદ કરે છે. આથી કાંદાને મસવાળી જગ્યાએ નિયમિત ઘસવું જોઈએ. આ માટે પાંદડાને થોડા પાણીમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દિવસમાં બે વાર મસા પર લગાવો. તમને થોડા જ દિવસમાં ફરક દેખાવા માંડશે.કેસ્ટર ઓઈલ કે એરંડિયાના થોડા ટીપા તમારા હાથ પર લઈ લો. થોડો સમય તે મસા પર લગાવો. આવું કેટલાંક મહિના સુધી નિયમિત રીતે કરવાથી ધીમે ધીમે મસ મટી જશે.

આમ એક સાથે અનેક ઉપાયો તેના છે.

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ