કોરોનાના કપરા કાળમાં સુરક્ષિત રહેવા માટે ઈમ્યૂનીટી વધારવી બહુ જરૂરી છે, તે માટે પ્રાકૃતિક આહાર લેવો એ સ્માર્ટ કામ ગણાય, પ્રાકૃતિક આહાર માટે ઝેરી દવા કે રાસાયણિક ખાતર વિનાના શુધ્ધ પ્રાકૃતિક સીઝનલ શાકભાજી, બારેમાસ ભરવાલાયક મરીમસાલા, વિવિધ દેશી અનાજ, કઠોળ, તેલીબિયાં, દેશી ઘાણીનું શુધ્ધ તેલ, દેશી ગાયનું ઘી, ગાયમાતા ના પંચગવ્યોની વસ્તુઓ, ઔષધિઓ જેવી બધી વસ્તુઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય એ ઉદેશથી ખાસ આપણા બધા માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાય આધારિત SPNF ખેતી કરતા ખેડૂતો દ્વારા ડાયરેક્ટ ગ્રાહકોને વેચાણ માટે 5 દિવસીય “અમૃત આહાર ઉત્સવ” ના નામથી પ્રદર્શન સહ વેચાણ વ્યવસ્થાનું આયોજન તા. ૧૦ થી ૧૪ એપ્રિલ (પછીથી દર શનિવારે), સવારે ૮:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી, JMC વોર્ડ નં 7ની ઓફિસ વાળા પ્લોટમાં, મેહુલનગર ટેલીફોન એક્સચેન્જ પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક રોડ જામનગર ખાતે, સરકારની કોરોના ગાઈડ લાઈનનુ પાલન થાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે, તો જામનગરની સ્વાદપ્રેમી, સ્વાસ્થ્ય પ્રેમી, ગૌપ્રેમી, પ્રકૃતિ પ્રેમી જનતાને તેનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે