ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે
9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 75.61 ટકા આવ્યું છે.
રાજકોટ જિલ્લાના કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે જ્યારે દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
ગત વર્ષે કોરોના ના કારણે ધોરણ-10 અને ધોરણ-12માં પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારે આ વખતે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી. ત્યારે આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ બાદ ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. 8:00 કલાકે જાહેર થયેલા પરિણામમાં આ વખતે ટાઈટ પરિણામ આવ્યું હોય તે પ્રકારે આંકડાઓ જોતાં લાગી રહ્યું છે. કેમ કે, 65.18 ટકા જ પરિણામ ધોરણ 10 નું આવ્યું છે. 35 ટકા જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે દાહોદ રુવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ છે રૂપાવટી કેન્દ્ર રાજકોટનું 94 ટકા સૌથી વધુ પરિણામ આવ્યું છે.
વિદ્યાર્થીઓ કે જેમને પરિણામ મેળવ્યું છે તે વિદ્યાર્થીઓમાં અત્યારથી જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્કૂલ ની અંદર આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવ્યા બાદ આવી રહ્યા છે તો કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામો જોઈ રહ્યા છે