ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે.
ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓ જ છે જ્યારે જાણો B1થી E1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાથી C 1 વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. 65.18 ટકા આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વહેલી સવારે 08:00 કલાકથી જાહેર કરવામાં આવેલું પરિણામ વિદ્યાર્થીઓ તપાસી શકે છે.
ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા
A1 – 12090
A2 – 52992
B1 – 93602
B2 – 130097
C1 – 137657
C2 – 73114
D – 4146
E1 – 28
: પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે
પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-2022ને પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના આપવામાં આવશે. જેની શાળાના આચાર્યઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા સંબંધિતોએ નોંધ લેવી.