Friday, December 2, 2022

Buy now

પાવાગઢ નિજમંદિર ખાતે સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડના શુદ્ધિકરણની શાસ્ત્રોકત પૂજનવિધિ કરવામાં આવી.

શક્તિપીઠ પાવાગઢ નિજ મંદિરના જીર્ણોદ્ધારનું કામકાજ પૂર્ણ થવા તરફ જઇ રહ્યું છે.ત્યારે મંદિરના મુખ્ય શિખરનું કામ પૂર્ણ થતા તેના પર લગાવવામાં આવનાર કળશ તેમજ ધ્વજદંડ પર સોનાનો ઢાળ ચઢાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ તૈયાર થયેલા મુખ્ય શિખરના કળશ તેમજ અન્ય નાના-નાના 12 કળશ તેમજ ધ્વજદંડ એટલે કે સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડના શુદ્ધિકરણની શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર બુધવારના રોજ વહેલી સવારથી સાંજ સુધી નિજ મંદિર ખાતે પૂજનવિધિ કરવામાં આવી હતી.

જ્યારે શક્તિપીઠ ના મુખ્ય મંદિર પર મુખ્ય શિખર ૫૧.૧૧ ફૂટ ઉંચાઇ, ૪૨.૯ ફૂટ પહોળાઈ તેમજ ૮૩ ફૂટ લંબાઈ નો બનાવામાં આવ્યો છે.જેની સાથે અન્ય બે નાના શિખર જે નૃત્ય મંડપ તેમજ રંગમંડપ બનાવવામાં આવ્યા છે.તેમજ નૃત્ય મંડપ નામના બે નાના શિખરો બનાવવામાં આવ્યા છે.પાવાગઢ ખાતે છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી પાવાગઢ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિકાસના કામો ચાલી રહ્યા છે.જ્યારે નિજ મંદિર ખાતે મંદિરના મુળ ઢાંચાને યથાવત સ્થિતિમાં રાખી મંદિર પરિસરને પહોળું કરવાનું તેમજ મંદિર ત્રિ- મજલી કરવાની કામગીરી પૂર્ણ થવા તરફ તેમજ નિજ મંદિરનું મુખ્ય શિખર નુ કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે મુખ્ય શિખરની ઉપર લગાવવામાં આવનાર કળશ તેમજ ધ્વજ દંડ પર સોનાનો ઢાળ લગાવ્યા બાદ સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડ ની શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર પૂજનવિધિ કરવામાં આવી હતી. સાથે સાથે શિખર પરના પથ્થરનું પણ પૂજા વિધિ કરી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.મુખ્ય શિખર પરના સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડની દિવસ દરમિયાન ચાલેલી પૂજાવિધિ બાદ હવે મોડી સાંજે શિખર પર સુવર્ણ કળશ તેમજ ધ્વજદંડ તેમજ અન્ય નાના-નાના ૧૨ સુવર્ણ જેટલા કળશ શિખર પર લગાવવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી.
- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ