Wednesday, June 7, 2023

Buy now

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે, સંપૂર્ણ વિગત માટે વાંચો

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને દેશની સપ્લાય ચેઈનનો મજબૂત હિસ્સો બનાવવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં દિલ્હી ખાતે દેશના પ્રથમ ડ્રોન મહોત્સવની શરૂઆત કરી હતી. જોકે તમને જણાવી દઈએ કે, કોઈ પણ વ્યક્તિ ડ્રોન ન ઉડાવી શકે. ડ્રોન ઉડાડવા માટે ડ્રોન પાયલટ સર્ટિફિકેટ મેળવવું આવશ્યક હોય છે.

કેવી રીતે મેળવવી મંજૂરી

આ માટે સરકાર દ્વારા Digital Sky નામની સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલી છે. તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડવા માટેની ઓનલાઈન પરમિશન અને સર્ટિફિકેટ મેળવી શકે છે. આ પ્રોસેસ માટે 100 રૂપિયા ચુકવવા પડે છે અને ત્યાર બાદ ડ્રોન પાયલટ સર્ટિફિકેટ મેળવી શકાશે.

ટ્રેઇનિંગ પાસ કરવી પડશે

જોકે પાયલટ સર્ટિફિકેશન પહેલા તમારે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની ટ્રેઈનિંગ પાસ કરવી પડશે. બાઈક અને કારનું લાઈસન્સ મેળવવા માટે જે રીતે ડ્રાઈવ ટેસ્ટ આપવી પડે છે તે જ રીતે અહીં તમારે ડ્રોન ઉડાડવા માટેના બેઝિક નિયમોનું પાલન કરીને ટેસ્ટ આપવાની રહેશે. આ પ્રકારની ડ્રોન ટેસ્ટ ડ્રાઈવની ફી 1,000 રૂપિયાની છે. આમ ડ્રોન સર્ટિફિકેટ મેળવવા માટે તમારે કુલ 1,100 રૂપિયાનો ખર્ચો કરવો પડશે.

ડ્રોનનું રજિસ્ટ્રેશન ફરજિયાત

કાર અને બાઈકની માફક તમામ ડ્રોન માટે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (UIN) બહાર પાડવામાં આવે છે. નેનો ડ્રોનને છોડીને તમામ પ્રકારના ડ્રોન માટે UIN નંબર બહાર પાડવામાં આવે છે.

નેનો ડ્રોન માટે UIN નંબર રિમોટ પાયલટ લાઈસન્સની જરૂર નથી હોતી.

ડ્રોનના પ્રકારો

  1. નેનો ડ્રોન- 250 ગ્રામથી ઓછું
  2. મેક્રો ડ્રોન- 250 ગ્રામથી 2 કિગ્રા સુધી
  3. સ્મોલ ડ્રોન- 2 કિગ્રાથી 25 કિગ્રા સુધી
  4. મીડિયમ ડ્રોન- 25 કિગ્રાથી 150 કિગ્રા સુધી
  5. 5. હેવી ડ્રોન- 150 કિગ્રાથી વધારે વજનનું
- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ