રાજકોટ જિલ્લામાં ૧૧ એફ.પી.ઓ.માં સી.ઈ.ઓ. નિમાશે: રૂ. ૨૫ હજારનું વેતન અને અન્ય ઈન્સેન્ટિવ મળે છે, ખેડૂતોની આવકમાં વધારો થાય તેમજ ખેડૂતોને બજારનો સીધો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ફાર્મર પ્રોડ્યુસર કંપની ઓર્ગેનાઇઝર બની રહ્યા છે. એફ. પી. ઓ.માં બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં ગામ કે તાલુકાના ખેડૂતો તેમજ.સી.ઈ.ઓ. તરીકે કૃષિ સ્નાતકો અનુસ્નાતકો કે અન્ય સમકક્ષ યુવાનોને નોકરી આપવામાં આવે છે.
સૌરાષ્ટ્રમાં એફ.પી.ઓ. આગામી સમયમાં વધશે એટલે કૃષિ સ્નાતકો માટે રોજગાર લક્ષી નવી તકો ઉપલબ્ધ બનશે. એફ.પી.ઓ.માં સી.ઈ.ઓ.ને રૂ. ૨૫ હજારનું વેતન ઉપરાંત કંપનીના નિયમો મુજબ ઈન્સેન્ટીવ મળવાપાત્ર હોય છે. એફ.પી.ઓ.થી ખેડૂતોને પણ ફાયદો છે. ખેડૂતો એફ.પી.ઓ.માં સભાસદ હોય છે. તે શેર હોલ્ડર તરીકે હોય છે. એફ.પી.ઓ. જથ્થાબંધ ખાતર કે બિયારણ ખરીદી શકે છે. અને બજારના વ્યાજબી ભાવે ખેડૂતોને મળી શકે છે. ખેતર પરથી ખેત ઉત્પાદન વેચી શકે છે. અને એફ.પી.ઓ. મોટી કંપનીને ઉત્પાદન વેચી શકે છે. તેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે. આ યોજનામાં એજન્ટ વચ્ચે રહેતા નથી તેથી ખેડૂતોને બજારનો લાભ મળે છે. રાજકોટ જિલ્લામાં ૧૧ એફ.પી.ઓ.માંથી જસદણ અને ગોંડલમાં એફ.પી.ઓ. ચાલુ થઈ ગઈ છે. જયા સીઇઓ નિમવામાં આવ્યા છે. બાકીની ૯ એફ.પી.ઓ. શરૂ થશે.સૌરાષ્ટ્રમાં શાકભાજી, મગફળી, કપાસ, ઘઉં તેમજ મસાલાપાક માટે એફ.પી.ઓ ઉપયોગી બનશે. નાબાર્ડ એફ.પી.ઓ.માં અમલીકરણ એજન્સી છે.