આ હાઈડ્રોપોનિક ખેતીને જમીન વિનાની ખેતી બીજી રીતે માટી વિનાની ખેતી પણ કહે છે. જેમાં તેને જમીનની જરૂર પડતી નથી. અને આ વાવેતર જમીનને બદલે પાઇપ અથવા સ્ટેન્ડમાં કરાય છે. તો તેની સમગ્ર પ્રક્રિયા અને ટેક્નોલોજી એવી છે કે પ્લાન્ટના વિકાસ માટે જરૂરી વસ્તુઓ પાણીના માધ્યમથી પૂરી પાડી શકાય.
*હાઇડ્રોપોનિક ખેતી કઈ રીતે કરી શકાય*
આ નવી ખેતીની તકનીકમાં, સામાન્ય રીતે માટીને બદલે નાળિયેરના કચરામાંથી તૈયાર કરાતી કુદરતી ફાઇબરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે એમાં કાંકરા અને પથ્થરોનો પણ ઉપયોગ થાય છે. આમ આ ખેતી ને હાઈડ્રોપોનીક ખેતી પણ કહેવાય છે
*ઓછી સિંચાઈ પર સારો પાક*
હાલ માં આ ટેક્નિકનો સૌથી મોટો ફાયદો એ જ કે તેમાં તેનામાં સિંચાઇ ની જરૂર ત પડતી નથી ઓછી પડે છે. સામાન્ય ખેતીની સરખામણીમાં તેને માત્ર 30% પાણીની જરૂર પડે છે. આથી 70 ટકા પાણીની સિદ્ધિ બચત થાય છે .
*હાઇડ્રોપોનિક પદ્ધતિથી ખેતી કેવી રીતે શરૂ કરવી*આ ખેતી માં જો તમે આ ખેતી કરવાઈચ્છતા હોય તો તમે તેને ઓછા બજેટમાં પણ કરી શકો છો. આ ખેતી તમારી છત પર પણ થતી હોય છે . આ બાબતે જો તમે ઇચ્છો તો, તમે નિષ્ણાત દ્વારા તેને તમારા ઘરમાં ઇન્સ્ટોલ કરી શકો . જેમાં આ પ્રકારની ખેતી 10 થી 15 હજાર રૂપિયામાં શરૂ કરી શકાય છે, પરંતુ જો તમે વ્યવસાયિક સ્તરે ખેતી કરવા ઇચ્છતા હો તો તમારો ખર્ચ વધી શકે. જેમાં અભય જે ટેકનિકથી ખેતી કરે છે . આજ લગભગ 20 લાખ રૂપિયાની જરૂર પડી શકે છે. જો કે તાપમાન જાળવવા માટે પોલી હાઉસ સ્થાપવું જોશે .