Wednesday, June 7, 2023

Buy now

સતવારા સમાજ નો ઇતિહાસ

ત્રેતાયુગ ના ૪,૦૫,૦૦૦ (ચાર લાખ પાંચ હજાર) વર્ષ જતા, સવંત ૨૦૨૦ ની શરૂઆત સુધીમાં લગભગ આઠ લાખ છન્નું હજાર વર્ષ પૂર્વે આબુ પર્વત ઉપર શંકર ભગવાન અચલેશ્વેર પાર્વતી સહીત વિચારતા હતા. ત્યારે પ્રસંગોપાત શક્તિ ના આગ્રહ થી પોતા તરફથી વિશેષ પ્રજા ઉત્પન્ન કરવા અને લોક વસાવવા તથા વિષ્ણુ ભગવાનને મદદ કરવા આ ઉપરથી શંકર ભગવાને વિચાર કર્યો.

આવખતે દુનિયા ઉપર ધર્મનો નાશ થયો હતો અને અધર્મીઓ પ્રજાને પીડી રહ્યા હતા તથા રાજાઓ રાક્ષસો સમા બની ઋષિમુનીઓ ને પણ સતાવી રહ્યા હતા. આવે સમયે શ્રી વિષ્ણુ આ પૃથ્વી ઉપર રાક્ષસો ને સંહારવા અને ભક્તો ને સંરક્ષવા રાજા દશરથને ત્યાં રામચંદ્રજી રૂપે અવતર્યા.

પ્રથમ લોકકલ્યાણ અને ઋષિમુનીઓ ના સંરક્ષણ તથા ગણના ખાતર યજ્ઞની શરૂઆત કરી. બ્રહ્મા, ઇન્દ્રાદિ દેવતાઓ ને બોલાવ્યા અને મહાન ઋષિઓની આજ્ઞા અનુસાર વિનયથી ભક્તોની મહત્તા અને ધર્મની રક્ષા તથા પાપના નાશ માટે યજ્ઞની પુર્ણાહુતી વખતે મંત્રબળથી પ્રસાદીરૂપે બે પુરુષ ઉત્પન્ન કર્યા તેમના નામ ચિત્ર અને વિચિત્ર રાખી શિવજીએ તેમને પોતાના ગણ તારીખે જાહેર કર્યા આમ શિવ બોલ્યા. શંકર ભગવાનના મુખના વચન સાંભળી ઉમંગમાં આવી જઈ પ્રથમ ચિત્ર નામનો ગણ દોડીને પાર્વતીજી પાસે ગયો અને નમન કરી સ્તુતિ કરી સન્મુખ ઉભો. આવો ગુણવાન જોઈ તથા આ ધરતી ઉપર શોભે તેવી આકૃતીવારો જોઈ દેવી તેમના પર પ્રસન્ન થયા અને શિવનો સેવક ધર્ણો આવુંબીજું નામ આપ્યું.

આ જોઈ વિચિત્ર નામનો ગણ પણ દોડ્યો અને દેવી ગંગાજીના ચરણમાં નમી, પ્રણામ કરી, કર જોડી સન્મુખ ઉભો રહ્યો. આથી દેવીએ પ્રસન્ન થઇ આશિષ આપી અને કર જોડી ઉભો હોવાથી તેનું બીજું નામ કર્ણો રાખ્યું અને શુભ આશિષ આપીને દેવી અને દેવો ભગવાન રામચંદ્રજીના ભાવિનાદરેક કાર્યને સફળતા ઈચ્છી પ્રસન્ન થઇ પોતપોતાને સ્થાનકે ગયા.

આ બંને ગણ આ રીતે ભગવાન શંકર સાથે કૈલાસમાં આવ્યા અને મોટા થયા ત્યારે ભાઈ ધર્ણો પોતાના ઇષ્ટદેવ શંકરના નંદીને નીરણ પાણી અને ખાણ ધરતો અને ધાસ વગેરે લાવી પ્રેમથી સારવાર કરતો, તેથી શિવજી ધર્ણો ને કોઈ વખતે આનંદમાં આવી ‘ખાણધર’ નામથી સંબોધતા ત્યારે કર્ણો જરા ચાલક અને સેતાન હતો. તે પણ શિવપાર્વતીની સેવા કરતો અને ક્યારેક ગેલમાં આવી જઈ ચાલાકી વાપરતો તથા વસીદાનું કામ કરતો જોઈ શંકરે તેને ‘કાસદ’ એવા નામથી સંબોધતા.

આમ બંને ભાઈઓ (ગણો) આનંદથી કૈલાશમાં શંકર ભગવાનના સાન્નિધ્યમાં રહી આનંદ કરી રહ્યા હતા. આ બંને જણાને શંકરે સુરપતિ ઈન્દ્રની અપ્સરાઓ સીજ્યકીમારી અને વિજ્યકુમારી જેને પાછળથી સેજી અને વેજી તરીકે સંબોધતા હતા. તેમની સાથે પરણાવ્યા. ધર્ણો સાથે સીજ્યા પરણી. તેને આઠ પુત્રીઓ અને દેવદત નામે એક સુપુત્ર થયો અને કર્ણો ને વિજ્યા પરણાવી. તેનાથી પણ આઠ પુત્રીઓ અને સોમદત્ત નામનો એક પુત્ર થયો.

આ દેવદત્ત અને સોમદત્ત ને શિવનું બળદો ચારનાર લોનશ નામના ગણે તેમની શુરવીરતાની બીકે પોતાની કન્યાઓ પરણાવી જે મેનકા સમાન રૂપાળી હતી. એમના નામ સમરથ અને શૂરી હતા. દેવદત્ત સાથે સમરથ અને સોમદત્ત સાથે શૂરી પરણાવી. આમ ધર્ણો અને કર્ણો પોતાના કુટુંબ સહીત આબુ ઉપરના કૈલાશમાં શ્રી શંકર ભગવાનની સેવા અને નંદીની સેવા કરી આનંદમગ્ન બની વિચારતા હતા. શિવજી પણ તેમના ઉપર સદાય પ્રસન્ન રહેતા, કર્ણો નો સ્વભાવ જરા સ્વાર્થી તેથી તેને કૈલાસ ની પંચાત ગમતી નહિ. પણ મોટાભાઈ ધર્ણો સામે કંઈ બોલી શકતો નહિ.

એક દિવસ બંને ભાઈઓ નંદીને ચરવા જંગલમાં ગયા હતા, વર્ષા ઋતુ હતી. ચારેકોર ઘાસ, વેલા, પાન તથા વૃક્ષો થી ભરચક જંગલ શોભતું હતું. અનેક જાતના ફૂલ ખીલી રહ્યા હતા, પશુ-પક્ષીઓના મીઠા અવાજ આનંદ આપતા હતા.

*(સેજી અને ધર્ણો ના વંશજો ને સતવારા કહેવામાં આવ્યા ને વેજી ને કર્ણો ના વંશજો તે કાછીયા કહેવાના)આવા આ જંગલમાં એક દિવસ ધર્ણો ને કર્ણો નંદીને ચારો ચરાવી રહ્યા હતા. ત્યારે ઓચિંતાનો મુશળધાર વરસાદ પડ્યો અને  વાવાજોડું શરુ થયું. ઘણા વૃક્ષ તૂટી પડ્યા, નંદી પણ ખોવાઈ ગયો. શિવજીને શો જવાબ દેવો એ વિચારે બંને ભાઈ ખુબ દુખી થયા. વરસાદ રહી જતા ખુબ મહેનતેનંદીને શોધી કાઢ્યો. અને ભૂખ તરસ તથા થાક સાથે પોતાને સ્થાને પાછા આવ્યા. આમ હંમેશા હેરાનગતિ થતી જોઈ બંને ભાઈ વિચાર કરતા હતા. એવામાં શીવકૃપાએ એક નવી યુક્તિ સુજી. તેમના રહેવાના સ્થાનની નજીક એક સુંદર ઝરણું વહેતું હતું. અને તેને કિનારે એક કલ્પવૃક્ષ સમું નારીયેળી નું ઝાડ હતું. તેની બાજુમાં સપાટ જમીન હતી. જ્યાં અમૃત ફળ ના વૃક્ષજુલી રહ્યા હતા. ત્યાં તેમને વિચાર આવ્યો કે આપને આ સપાટ જમીનમાં એક બગીચો તથા વાડી બનાવીએ તો આપની હંમેશાની મુશ્કેલી ટળે. આ વિચાર આવતા  જંગલમાંથી ફૂલઝાડ તથા વેલા વગેરે લાવી લાવી તે ત્યાં જમીન પોચી કરી ને રોપવા લાગ્યા. ને પાસે ના ઝરણા માંથી પાણી પાઇ ધીરે ધીરે એક સુંદર વાડી બનાવી જેમાં અનેક જાતના ફળ ને ફૂલ ના ઝાડ તથા શાકાદી વાવી ને નંદીને માટે જાત જાત ના ઘાંસ પાન ઉગાડ્યા.

આમ થતા તેઓ ઘણા ખુશ થયા. હવે તેમને ઘણીજ નિરાંત હતી. વનમાં જવાની તકલીફ મટી હતી. ત્યારે ધર્ણોના મનમાં થયું કે હવે સોળે કન્યાઓ ઉમર લાયક થઇ છે. માટે યોગ્ય સ્થળે સંબંધ કરી પરણાવવી જોઈએ. તેને નાનાભાઈ કર્ણો ને આ વાત કરી. બંને ભાઈ વિચાર કરી સહમત થયા અને એવું ઠરાવ્યું કે આ કામમાં શિવજીની સંમતિ લઇ તે કહે તેમ કરવું આમ નકી થતા શિવાજીની સંમતિ લઇ ધર્ણો તીર્થયાત્રા ને બહાને આ ભૂમિ ઉપર યોગ્ય વર શોધવા રવાના થયો. અને પોતાના કુટુંબને આશ્વાસન આપી સંપીને રહેવા તથા શિવજીની સેવા કારનું કહી, કર્ણો ને વાડી સોંપી રાજા લઇ ને ચાલતો થયો.

જયારે ધર્ણો શિવજીની રજા લઇ પોતાની અને કર્ણોની મળી ને સોળ કન્યા માટે મૂરતિયા ની તપાસ કરવા ગયો ત્યારે કર્ણોને ફૂલવાડી જે દિલમાંથી સોચી બનાવેલ વાડીની ભલામણ નાનાભાઈ કર્ણોને કરી ગયેલ તે કર્ણો પ્રેમ પૂર્વક વાડીની સરભરા કરી રહ્યો હતો. ત્યારે શંકર ભગવાન તથા પાર્વતીજી હિમાલયમાં એકાંતમાં દયાન કરવા બદ્રિકાશ્રમ માં ગયા અને ત્યાં સમાધિ વશ થયા.

આવામાં એક દિવસના સમયે નારદજી ફરતા ફરતા કરમાં વીણા અને બીજા હાથમાં કરતાર લઇ નારાયણ નારાયણ ભજમન નારાયણનું ભજન કરતા કરતા લોક ક્લાયણ માટે આ પૃથ્વી ઉપર ભ્રમણ કરી રહ્યા હતા, આમ ફતર ફરતા આબુ તરફ નીકળી જતા મોહક સુગંધ આવી રહી હતી અને શીતલ પવન મનને પ્રફુલ્લિત કરી રહ્યો હતો આવી મોહકતા જોઈ નારાદ્જીતે તરફ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા સ્વર્ગ ને પણ ભુલાવે એવો મનોહર બાગ (ફૂલવાડી) આવતા આનંદ મગ્ન થઇ અંદર ગયા અને આમતેમ ફરી જરા આરામ લેવાનું મન થયું જેથી એક ઘટાદારઅને સુંદર બીલીપત્રનું ઝાડ જોતા તે નીચે જઇ આસન લગાવ્યું ત્યાં અનેક જાતના ફૂલઝાડ જેવાકે ચંપો, ગુલાબ, મોગરો, કરેણ, જાઇ, જુઈ, ડોલર, રાતરાણી, સુર્યપંખો વગેરે મનોહર અને મનને રંજન કરે એવા ફૂલઝાડો માંથી મન મોહક સુગંધો આવી રહી હતી તેમજ મોરલાઓ ટહુકાર કરી રહ્યા હતા. કોયલ કિલ્લોલ કરી રહી હતી. તથા ચકલા ચકલી અને લેલા લેલે કરી રહ્યા હતા. હંશો મોતીનો ચારો ચરી રહ્યા હતા , ચાતક ચકવા અને બપૈયા આમ તેમ ફરી રહ્યા હતા. ઝાડ,પાન, વડ, વેલા, આસોપાલવ, કેળ, નારીયેરી, આંબા, આંબલી, દીનેર, સેતુર, સોપારી, નાગરવેલ, મોગરો, તાંબુલ, મારી, એલચી. દ્રાક્ષ, મોએતિક, કૃશ્નાગુરું, ખજુર, કેસર, અખરોટ, ભુજ્પત્ર, બીલીપત્ર, કસ્તુરી, સીતાફળ, જામફળી, મોસંબી, નારંગી, કારણ અને કમળ વગેરે વગેરે ઝાડપાન ઘુઘરાટ કરી રહ્યા હતા. આવી વાડી (ફૂલવાડી) સ્વર્ગ કે વૈન્કુઠ તથા માન સરોવર કે કૈલાસમાં પણ ન હોય આવી અતિ ઉત્તમ ફૂલવાડી જોઈ નારદજીને આરામ લેવા માન થતા આછન ઉપર લંબાવ્યું અને નિંદ્રાવશ થયા.

આવા સમયે દેવર્ષિ નારદજીને એક સ્વપ્નું આવ્યું અને સ્વપ્નમાં જુવે છે કે અહી દેવો, ગંધર્વો, અપ્સરાઓ અને ઇન્દ્રજેવા પણ અહી વિહાર કરવા તથા આનંદ મગ્ન થવા આવ્યા છે. અને આ બાગ કે વાડી અગર ફૂલવાડી આવી દિલખુશ બનાવનાર કર્ણો અને ધર્ણોને આશિષ આપીને પ્રસન્ન થઇ સુખી થવા આશીર્વાદ આપીને આ ધર્ણો અને કર્ણોના ગુણગાન ગઈ રહ્યા હતા, તેવામાં તેઓ નારદમુની નિંદ્રા માંથી જાગૃત થયા, અને આળશ મરડી બેઠા થયા, ત્યારે કર્ણો  સામે ઠંડુ જળ લઇ ખડેપગે તૈયાર ઉભો હતો. ત્યારે નારદજીએ મુખ ધોઈ કર્ણોના લાવેલ ફળ ખુલ અને અમૃત જેવાબીજા ફાળો આરોગવા વિનંતી કરતા કર્ણો જે રંભાફળ વિગેરે લાવેલ તે ફળાહાર નારદજીએ પ્રેમથી આરોગ્યા. આવા ઉત્તમ ફાળો જમી મુનિશ્રી ઘણાજ પ્રસન્ન થયા અને કર્ણોને વચન માગવા કહ્યું જેથી કર્ણો નારદજીના ચરણોમાં પડી કહે કે હે મુનિરાજ હું એટલું માંગું છુ કે મારોભાઈ ધર્ણો અમારી સોળ કન્યા માટે પૃથ્વી ઉપર મૂરતિયા ગોતવા ગયેલ છે તો તે અમોને યોઉગ્યા મૂરતિયા મલે તથા અમારો વંશવેલો વધતો રહે આવું હું આપની પાસે માંગું છુ. તદુપરાંત ભગવાન શિવ અને અધ્યાશક્તિ પાર્વતી (અંબાજી તથા ચામુન્ડેય) અમારી રક્ષા કરે તેમજ અમારા હદયમાંવાસ કરે આટલી મારી ઈચ્છા છે.ત્યારે નારદજીએ કહ્યું કે તથાસ્તુ (તેમ થશે ) અને હાથમાં વીણા અને કિરતાર લઇ ભજમન નારાયણ ભજમન નારાયણ નારાયણ કરતા કરતા કૈલાસ જવા વિચાર કર્યો. અને ચાલવા લાગ્યા. ત્યારે  સામે આ કર્ણો ને ધર્ણોની સોળે કન્યાઓ રુમઝુમ રુમઝુમ સાથે કિલ્લોલ કરી રહી હતી તથા રાસડાની રમઝટ બોલાવી રહી હતી તેની પાસેથી નારદજી નીકળતા તે કન્યાઓ તેમની ધૂનમાં નારદજીને પ્રણામ પાન કરવા ભૂલી ગઈ. જેથી નારદજીએ મનમાં વિચાર્યું કે આ કન્યાઓ અભિમાની થવા સંભવ છે. ક્રોધમાં કલેશીજીવન થશે આમ કહી નારદજી ફરતા ફરતા કૈલાશ ને બદલે બદ્રિકાશ્રમ માં ગયા ત્યારે શિવ પાર્વતી ધ્યાનસ્ત હતા ઈટલે તેઓ પણ શિવની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે અમુક દિવસે શિવ પાર્વતી બન્ને સમાધિ મુક્ત થયા ત્યારે નારદજીને અહી આવેલા જાની ઘણાજ પ્રસન્ન થયા. અને ઘણો ઘણો સત્તસંગ કર્યો તથા ભગવાન બદ્રીની સેવા તેમજ પૂજા કરી ત્યારે બદ્રીપ્રભુ સાક્ષાત પ્રગટીને દર્શન દીધા અને શુભ આશિષ આપી અંતર્ધ્યાન થયા. ત્યારબાદ નારદજીએ શિવને આબુ ઉપર ના કૈલાસ ની ધર્ણો ને કર્ણો ની મોહક ફૂલવાડી ના ઘણાજ વખાણ કર્યા. અને આવી ફૂલવાડી આ પૃથ્વી ઉપર મેં ક્યાય જોઈ નથી. તે આપને પણ જોવા લાયક છે.

આવું સંભારી શિવ પાર્વતી અને નારદજી આબુ ઉપર આવ્યા અને આ ધર્ણો-કર્ણો ની બનવેલી દિલવાડી (ફૂલવાડી) માં ફરવા લાગ્યા ત્યારે આવી સ્વર્ગને પાન ભુલાવે તેવી રચના વાળી ફૂલવાડી જોઈ હાજર રહેલ કર્ણો ઉપર ઘણાજ પ્રસન્ન થયા અને પાર્વતી સહીત શિવે વર માંગવા કર્ણોને કહ્યું. આવા પ્રસન્ન વચનો પોતાના ઇષ્ટદેવ શિવ અને પોતાને કર્ણો તારીખે જાહેર કરનાર સતી પાર્વતીના ચરણોમાં પડી ગયો અને આશિષ માંગી કે અમો આ દુનિયામાં આવી વાડી સાથે વસતા થઈએ અને અમારી સોળે કન્યાઓ તથા અમારા સોળે થનાર જમાઈ ઓ નો સદાને માટે વંશ વેલો વધતો રહે. ત્યારે સતી પાર્વતી બોલ્યા કે તમો શિવ શક્તિ પૂજક થાજો અને તમારા પિતા તુલ્ય શિવને તમારા ઇષ્ટદેવ માની સનાતન શિવ ધર્મ પાળજો જેથી દુખી થશો નહિ. તમારો વંશવેલો વધતો રહેશે. આવી ફૂલવાડી કે વાડી કરી ફળ ફૂલ અને ખેતીવાડી કરી તમો તમારું સ્વતંત્ર જીવન જીવજો. કોઈ ની ઈર્ષા કે અદેખાઈ કરશો નહિ; કોઈ થી દગો કરશો નહિ, તથા સર્વથી સંપ અને સંગઠન થી રહેશો તો કાળું પાન દુખી થશો નહિ. આવું અમારું વચન છે. આવા વજન સંભારી કર્ણો તેઓની સોળે કન્યાઓ અને સિજ્યાકુમારી તથા વિજ્યકુમારી સહીત શિવ પાર્વતી અને નારદજીના ચરણોમાં નામી પડ્યા.

ત્યારે શિવાજી કહે કે આગળ કલિયુગ મહા કપટી આવશે, માનવીનું માન સ્થિર ન રહેવા દઈએ આવા સ્વભાવ વારો આવશે ત્યારે તમો તમારા મનને કાબુમાં રાખજો. કન્યાઓના પૈસા લેશો નહિ, અને ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર કરશો નહિ.. તથા ખોટી અફવાઓ માં ફસાસો નહિ. તમજ કોઈબાબતમાં મન દુખ વખતે ઉંડા ઉતરી જોઈ તપાસી નિર્ણય કરજો જેથી ઉતાવળિયું પગલું ભરાય નહિ. અને તમારા સમાજમાં વિખવાદ થાય નહિ. નહીતો આવા કળીયુગમાં જયારે બીજા સમજો પ્રગતિ કરતા હશે. ત્યારે તમો પાછળ રહેશો અને પ્રગતિ કરી શકશો નહિ. આવું જો અજ્ઞાન વધીજાતા મતભેદ ઉભા થશે, મર્યાદા રહેશે નહિ. ત્યારે તમારા હિતના કે માનવ હિતના અગર કુટુંબ હિતના કાર્ય કરવા અસમર્થ બનશો આવી ચેતવણી આપીએ છીએ કારણકે તમો અમારાથી ઉત્પન્ન થયેલ ગણો છો આમ બોલી આશીર્વાદ આપ્યા.

ત્યારબાદ શિવજી નંદી પાસે ગયા, ત્યારે નંદી જરા દુબળો પડી ગયેલો જોઈ શિવજી કર્ણોને કહ્યું કે અમો હિમાલય માં ગયા પછી તે નંદીની સંભાળ રાખેલ નથી. એવું દેખાય છે. ત્યારે કર્ણો વિનયથી બોલ્યો કે હે પ્રભુ મારો ભાઈ ધર્ણો ઘણાજ ટાઇમ થયા આપની રજા લઇ આ પૃથ્વી ઉપરઅમારી સોળે કન્યા માટે વર ગોતવા ગયેલ છે. તેના કંઈપણ ખબર નથી તે ક્યાં છે તેની પણ મને જાણ નથી, જેથી અમોને મહાન ચિંતા અને દુખ થતા તેમજ વિચારમાં ને  વિચારમાં નંદીને નીરણ પૂળો કરવું ભૂલી ગયા હશું તો આપ કૃપા કરી અમોને માફ કરશો અને હવેથી બરોબર સંભાળ રાખશું પરંતુ મારા મોટાભાઈના કુશળ સમાચાર જલ્દી મળે એવી કૃપા કરશો.જેથી શિવ ત્રિકાળ જ્ઞાન થી કહ્યું કે ધર્ણો હાલ દ્વારકા સ્થળે છે. અને યોગ્ય વરો તેને થોડા ટાઇમ માં મળે એટલે તમારી તરફ આવશે તેની ચિંતા કરશો નહિ. ત્યા રબાદ શિવાજી કહે કે હવે આ વાડીમાંથી નંદી માટે જુદી જુદી જાતના ફરતો વાવેતરો કરીને હવેથી નંદીનો ભાગ આપતા રહેશો આમ કહી શંકર પાર્વતી અને નારદ અંતર્ધ્યાન થયા. ત્યારબાદ કર્ણો નંદી માટે જુદી જુદી જાતના વાવેતરો કરી ને નંદીની સેવા કરવા લાગ્યો. આવે વખતે કોઈ વખત જુવાર તો કોઈ વખત બાજરો તો કોઈ વખત ચાસટીઓ તો કોઈ વખત મકાઈ તો કોઈ વખત ગાજર કે ગુવાર વાવી નંદીને ફરતો ખોરાક મળે આવો પ્રબંધ કરી રહ્યો હતો. આમ તેમને હરવખત જુદી જુદી જાતના વાવેતરો કરવા કરતા જો કોઈ વાવેતર કરું અને હરવખત તે પાંગરતો રહે તો આ બધી માથાકૂટ મટી જાય આથી તે પૃથ્વી ઉપર ફરી ને રજકાનું બી ગોતી લાવ્યો અને તે ફૂલવાડીમાં એ રજકો વાવ્યો તેને પાણી પાઈને ઉછેર્યો જેથી લીલોછમ અને નંદીને પણ ગમે તેવો ફૂલવાળો મોલાત વાઢીને ખવરાવવા લાગ્યો નંદી પણ આ નવીન અને સ્વાદિષ્ટ ખડપાન જોઇને ખુબ ખુબ ખાવા લાગ્યો અને રુષ્ટ પુષ્ટ બન્યો આ રાજ્કાને વાઢ્યા પછી પાછો ફૂટતો જોઈ કર્ણો તેને પાણી પાયું.

જેથી પાછો હતો તેવો રજકો (ગદબ) તૈયાર થયો આમ વારંવાર વાઢતો ગયે. આવો ઉત્તમ મોલ જોઈ તે પ્રસન્ન થયો. અને વારંવાર બીજા મોળો વાવવાની માથાકૂટ માંથી બચી જતા આનંદ મગ્ન થયો અને તે જોઈ શિવાજી પાન ઘણાજ પ્રસન્ન થયા.

ઉપરની બી ના સત્ય જણાય છે, પરંતુ ઘણા લોકો અગર બીજા કોઈ બારોટો કહેતા ફરે છે કે સતવારાઓએ શંકરને છેતર્યા છે, તો આ વાત સાવ ગલત અને ઉપજાવી કાઢેલી અને કોઈ ધૂની માણસે ફ્ર્લાવી જણાય છે આ કોઈ પુરાણ આધારિત કહીકત છે જ નહિ. આવો ગપગોળો હાંકનાર પાસે આપના ભાઈઓએ ખરી હકીકત રજુ કરવા કહેવું જોઈએ.

વિચાર કરો કે શિવ છેતરાય તો તે ત્રિકાળ જ્ઞાની કેમ કેવાઈ અને તે સામાન્ય માનવ પ્રકૃતિના માનસ ગણાય અને દેવપણ કહેવાય નહિ. તેમનાજ ગણો તેમને છેતરે એ પણ કદી બનવાજોગ હોય જ નહિ શીવતો દયાળુ છે માટે આ કર્ણો ધર્ણોએ શિવને છેતર્યા જણાતા નથી. છેતરી શકે પણ નહિ. કારણકે તેમના કૈલાસમાં રહી તેમના પુત્ર સરીખા કદી પોતાના પિતા તુલ્ય શંકર ને છેતરે એ બનવું અસંભવિત છે, આ બાબતમાં ઘણી ઘણી જગ્યાએ ઘણા ઘણા અમારા ભાઈઓ પણ અજ્ઞાને કહે છે કે અમેતો શંકર ને છેતર્યા છે તો તમારું શું ગજું ? આ વાત કરવી એ સાવ નિર્બળતાઅને અંધશ્રદ્ધા સાથે અ જ્ઞાન છે.જયારે કર્ણો અને ધર્ણોએ આબુ ઉપરના કૈલાસ માં પોતાના દિલમાંથી વિચારીને દિલથી વાડી બનાવી અને શંકરના નંદીનો ભાગ આપવા શિવ પાસે બંધાણા હોય ત્યારે કર્ણો અને ધર્ણો સિવાય બીજા સોળ શાખના સતવારા ક્યાં હતા? (ત્યારે હતાજ નહિ) હજી તો ધર્ણો જમાઈ ગોતવા ગયો હતો અને તે ગોતીને શિવ પાસે આવી તેની સાક્ષીએ સોળે કન્યાઓ આવનાર સોળે ક્ષત્રિયો ને પરણાવી અને શિવની આશિષ મેળવી આ જગતમાં વસ્તા થયા ત્યારે શિવ ને શ્રાપ આપવાનું કોઈ કારણ ખરું? બરાબર વિચાર કરીએ તો આવું કારણ હોય જ નહિ (હતું જ નહિ) માટે કોઈ આપના ભાઈઓએ આવી શંકા લાવવાનું કોઈ કારણ નથી અને લાવવું પણ નહિ. પરંતુ નીતિરીતી, ધર્મ, ધ્યાન, ભાવ-ભક્તિ અને નિસ્વાર્થ જીવન જીવવા તેમજ પુરુષાર્થ તથા સદવીચારથી કે સંપ અને સંગઠન થી કરવા વિચારીશું તો આપને પાન પૂર્ણ પ્રગતિ કરી શકીશું. દગાથી જીવશું, કન્યા વિક્રય જેવા અનિષ્ટો તરફ ધ્યાન નહિ આપીઓ તો આપની પ્રગતિ સંપૂર્ણ થઇ શકશે નહિ.

આજે આપના સમાજની પ્રગતિ થતી રહી જ જણાય છે, સૌ સુખી દેખાય છે. પરંતુ ઘણી જગ્યા એ જુનવાણી માનસ, પુરાની નાળું અને અંધશ્રદ્ધા હજી પાન જોવા મળે છે આ આપના મનની નબળાઈ છે. તેમજ બિન કેળવણીનું પરિણામ હોઈ આવું નક્કર અનુમાન થાય છે, પરંતુ જમાનો બદલાયો છે તેની સાથે માનવને વિચારો બદલવાની જરૂર છે. જો વિચારોમાં બદલાવ આવશે તો જ આપણા સમાજ માં પાન બદલાવ આવશે. આથી ક્યાય આપણા સમાજની વહેવારિક બંધારણ ખાસ ક્યાય ચોક્કસ રીતે જણાતું નથી. તેમાં આપણે વિચાર કરવો જોઈએ અને જે આપણા સમાજમાં અનિષ્ટો, કુરિવાજો, ખોટા ખર્ચા, ઈર્ષા કે અદેખાઈ અગર અઘટિત જણાતું હોય તો તે બધું સુધારવા બધા મળી જિલ્લાવાર એકજ જાતના સુધારા વધારા કરીને એક આદર્શ માનવ જીવન જીવવા ભાઈઓ અને બહેનોને કટિબદ્ધ થવું જોઈએ, જેથી આખા સમાજમાં રિદ્ધિ સિદ્ધિ, સુખ, સંપ, સંગઠન અને આનંદની છોળો છલકાય ત્યારે જ આપણે માનવતાનું ખરું મૂલ્ય સમજ્યા છીએ અને ભારત જેવા દેવભૂમિ સમા ગણાતા દેશમાં જન્મી દેશની પણ શાન અને શોભા રાખી છેમ આવું દેશાભિમાન પાન આખવું એ પણ પ્રત્યેક માનવીની ફરજ છે.

આમ કર્ણો ના મોટાભાઈ ધર્ણોને દ્વારકા ની હવા ફાવી જવાથી થોડા દિવસ વધારે રહેવાનો વિચાર કર્યો. અને દરરોજ ગોમતીજીમાં સ્નાન કરી ઋષિ મુનિઓના સત્સંગ માં આનંદ માણતો હતો, એક દિવસ પાસે ના પાચકુઈ નામના સ્થાનમાં પંચ ઋષિ જ્યાં તાપ કરતા હતા તેમની પ્રસંસા સાંભળી તેમના દર્શને ગયો. ઋષીઓ ધ્યાન યુક્ત હતા આ જોઈ તેમની સેવા કરવા લાગ્યો. આ સ્થળ બહુજ ગમવાથી તેને થોડો વખત ત્યાં રહેવો વિચાર કર્યો આ સ્થળ આજે પાન મોજુદ છે, અને ગોમાંતીજીને દક્ષીણ કાંઠે પાચકુઈ નામથી પ્રખ્યાત છે.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ