સમસ્ત સતવારા સમાજ ગોકુલનગર જામનગર વિસ્તારના સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા રચિત ” સતવારા એક્ટિવ એજયુકેશન ગ્રુપ ગોકુલનગર આયોજીત આઠમો વિદ્યોતેજક ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ 2021 પ્રસંગે આ કાર્યક્રમ માં મિત્રમંડળ, પરિવાર સહીત ઉપસ્થિત રહીને સર્વેને પ્રોત્સાહિત કરવા સતવારા એક્ટિવ એજયુકેશન ગ્રુપ ગોકુલનગર દ્વારા સમાજ ના સૌને નિમંત્રણ પાઠવવા માં આવે છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય કરવા માં આવશે. સમારંભ અધ્યક્ષ સ્થાને નટુભાઈ એમ. કણઝારીયા (પ્રમુખશ્રી સતવારા સમાજ ગોકુલનગર-જામનગર), મુખ્ય મહેમાન ડો.દિલીપભાઈ કણઝારીયા (પ્રોફેસર એગ્રીકલચર યુનિવસિર્ટી જૂનાગઢ) ઉપસ્થિત રહેશે.
તેમજ આ કાર્યક્રમ માં અથિતિ વિશેષ ડો. આર. ડી. રાઠોડ(પ્રમુખશ્રી ડૉક્ટર એસોસિયેશન), વલ્લભભાઈ એલ. ધારવિયા (પ્રમુખશ્રી સતવારા કન્યા છાત્રાલય-જામનગર), અરજણભાઈ એમ. સોનગરા (પ્રમુખશ્રી સતવારા કન્યા છાત્રાલય-જામનગર), જીવણભાઈ એમ. નકુમ(પ્રમુખશ્રી સતવારા સોશ્યિલ ગ્રુપ-જામનગર), સોનલબેન વાય. કણઝારીયા (કોર્પોરેટર વોર્ડ ન.8, ગોકુલનગર જામનગર), રમીલાબેન કણઝારીયા(પ્રમુખશ્રી સતવારા મહિલા વિકાસ મંડળ – ગોકુલનગર), દયાળભાઈ ધારવિયા(પ્રમુખશ્રી સતવારા યુવક મંડળ ગોકુલનગર) વિગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના મુખ્યદાતા ડો. વી.એચ. પોપલીયા – વેદ સર્જીકલ હોસ્પિટલ – જામનગર.
14-11-2021, રવિવાર
સાંજે 05:00 કલાકે
શ્રી સતવારા સમાજ ની વાડી,ગોકુલનગર, જામનગર.
એવું સતવારા એક્ટિવ એજ્યુકેશન ગ્રુપ ના પ્રમુખ શ્રી દિનેશભાઇ કટેશીયા ની યાદી માં જણાવેલ છે.