ફકત બહેનો માટે
ગોકુલનગર મા રહેતા બહેનો માટે બાગાયતી પાકોનું મુલ્યવર્ધન કરી લાંબો સમય કેમ જાળવણી કરવી તેમજ સ્વનિર્ભર થય પોતાનો ગ્રુહ ઉધોગ કરી શકે એવી ટ્રેનિંગ નું બે દિવસ માટે ફરી એક વખત આયોજન કરવાનું છે જેની ટ્રેનિંગ બાગાયત વિભાગના અધિકારી તેમજ તજજ્ઞ વ્યક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ટ્રેનિંગ બાગાયતી વિભાગ ના સરકારી કર્મચારી દ્વારા ફ્રિ મા આપવામાં આવશે. જેનો સમય બે દિવસ નો દરોજ ની ત્રણ કલાક રહેશે.
(મુલ્યવર્ધન:- જેમકે ટમેટા નો કેચઅપ બનાવવો, સિઝનલ ફ્રુટ ને ફ્રોજન કરી આખું વર્ષ કઈ રિતે સાચવવું, અલગ અલગ અથાણાં, ચિલી સોસ, કેરીના પાપડ, જામ, જેલી, આમળા નો મુખવાસ, આવું તો ઘણું બધુ શિખવા મળશે.) જે બહેનો બને દિવસ ની ટ્રેનિંગ પુરી કરશે તેમને સરકાર તરફથી સર્ટીફીકેટ પણ મળશે. અને સાથે સ્ટાઇપેંડ પણ મળશે જે સીધા બેન્કમાં જમા થશે.
આ ટ્રેનિંગ મા ઓછા મા ઓછી ૨૦ બહેનો અને વધારે મા વધારે ૫૦ બહેનો જોડાય શકશે.
જે બહેનો જોડાવા માંગતા હોય તે વહેલાં તે પહેલાં ના ધોરણે લેવા મા આવશે.
આમાં જોડાવા માંગતા બહેનો ના નિચે પ્રમાણે ના ડોકયુમેન્ટ ની ઝેરોક્ષ ફરજીયાત જોશે.
(૧) આધાર કાર્ડ ની ઝેરોક્ષ,
(૨) પોતાનીજ ચાલું ખાતાં ની બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ,
(૩) રેશનકાર્ડ ની ઝેરોક્ષ
👆આ ત્રણેય ડોકયુમેન્ટ મા જે બેન ભાગ લેવા માગે છે તેમનું નામ હોવું જરૂરી છે.
(૪) મોબાઈલ નંબર
જોડાવા ઇચ્છતા બહેનોએ વહેલી તકે ડોકયુમેન્ટ જમા કરાવશો.
પ્રોગ્રામ નું સ્થળ:- શ્રી સમસ્ત સતવારા સમાજ, ગોકુલ નગર, રડાર રોડ જામનગર. રહેશે.
તારિખ અને સમય બધા ને અનુકૂળ આવશે તેવો નક્કી કરશું, બધા ની અરજી ઓનલાઈન કરવાની છે જેથી અરજી થય ગયા પછી સમય અને તારિખ ટુક સમયમા નક્કી કરવામાં આવશે.
ઓનલાઈન અરજી પણ ઉપરના ડોકયુમેન્ટ આયવે આયોજક કરી આપશે.
નામ નોંધણી માટે 👇
શ્રી દિનેશભાઇ કટેશિયા – 9904090252 (પ્રમુખ શ્રી સતવારા એકટિવ એજ્યુકેશન ગ્રુપ-ગોકુલનગર),
શ્રી રમિલાબેન કણજારિયા-9722847289 (પ્રમુખ શ્રી સતવારા મહિલા વિકાસ મંડળ- ગોકુલનગર) નો સમ્પર્ક કરવો.
નોધણી કરવાની છેલ્લી તારીખ ૫૦ બહેનો થય જાય ત્યા સુધી છે.
ખાસ નોંધ :- અગાઉ જે બહેનો એ આ ટ્રેનિંગ લિધેલ હોય તે અને તે રેશનકાર્ડ મા આવતાબિજા બહેનો આ ટ્રેનિંગ નહીં લય શકે.
ટૂકમાં એક રેશનકાર્ડ માથી એકજ બહેન ટ્રેનિંગ લય શકે છે. એજ રેશનકાર્ડ માથી જો બિજા બહેનોને ટ્રેનિંગ લેવાની હોય તો ત્રણ વર્ષ પછી જ લય શકે છે. એટલે જેમણે આની પહેલાની ટ્રેનિંગ લીધેલ હોય તેમણે અને તેમના ઘરના ઓએ આ વખતે ફોર્મ ભરવાનું થાતું નથી. ટ્રેનિંગ લેવા આવી શકશે પરંતુ શર્ટિફિકેટ કે સ્ટાઇપેંડ નહીં મળે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ બહેનો આ ટ્રેનિંગ લય શકશે.
ડોકયુમેન્ટ બરાબર વંચાય એવા હોવા જરૂરી છે.