સવંત 1935 થી 1940 ના અરસામાં જામનગર પાસે આવેલ જૂનાનાગના ગામે મંત્ર વિદ્યામાં બળવાન દાનો રાઠોડ થઇ ગયેલ છે. તે વખતે જામનગર ની ગાદી ઉપર જામ વિભાજી રાજ કરતા હતા. ત્યારે જામનગર ના વાંઝા જ્ઞાતિ પૈસે ટકે તેમજ રાજ્યમાં માનભર હતી. તેમને મંત્ર વિદ્યામાં કોઈ પહોંચી શકતા નહિ. આ જમાના સુધી લોકોમાં મંત્ર વિદ્યા હતી અને આને બીજા લોકો માનતા એ વખતે આવી મંત્ર વિદ્યાઓનો જમાનો હતો. આમા જુનાનાગના ગામ તે વખતે ઠીક ઠીક આ બાબત માં વખણાતું.
ઉપરના વાંઝાઓનું જયારે રાજ્યમાં પણ સારું મન હતું અને વિદ્યાથી સારી લાગવગ ધરાવતા હતા. તેમજ પ્રજાને ભરમાવી અંધશ્રદ્ધાળુ ને મારી ખાતા હતા. આ બાબતમાં દાન રાઠોડ હરવખતે તેમનો મુકાબલો કરતા હતા. આમ એક વખત કાલી ચૌદસ ની રાત્રે જામનગર અને જુનાનાગના ગામ વચ્ચે આવેલા પુરાતની મહાદેવ નાગેશ્વરમાં વાંઝા આવેલા અને ચોબારીયા હનુમાનના મંદિરે આ વાંઝાઓ આકાશમાં થી નક્ષત્ર (તારો) ઉતારી મંત્ર જાપ કરતા હતા. એવામાં દાના રાઠોડ આવતા સામસામા પશ્નો થયા. અને એકબીજાના વિદ્યાબળ અજમાવવા લાગ્યા. તેમાં દાના રાઠોડ વધી જતા પાસે પડેલા બે મોટા પહાડ જેવા પથ્થર વાંઝાના હુકમથી લાડવા લાગ્યા તેમાંથી અગ્નિ ઝરવા લાગી ત્યારે દાન રાઠોડે તુરતજ શાંત થાવ કહેતા પથ્થર જ્યાં હતા ત્યાં તેમના ઠકાણે જતા રહ્યા. ત્યારબાદ દાન રાઠોડે કહ્યું કે આજ તો તમારા પારખા લેવા છે. માટે હવે હું આ પથ્થરને કુસ્તી કરવું છુ. અને તમારે જુદા પાડી દેવા તેમાં જે હારે તે માફી માંગે આને આ જગ્યા છોડી ચાલ્યા જાય. આ બાબત માં વાંઝાઓ કબુલ થયા.
તુરંત દાના રાઠોડે હુકમ કર્યો અને તે પથ્થર લાડવા લાગ્યા ત્યારે વાંઝાઓએ ઘણી મહેનત કરી છતાં પથ્થર છૂટ્યા નહિ એટલે હાર કાબુલ કરી પણ માફી માંગી નહિ. તુરંતજ દાના રાઠોડે પથ્થર શાંત કર્યા જે માફી મંગવાની હતી તેમાંથી વાંઝા ઇન્કાર કરી ગયા જેથી વાત ભરાણી અને એક બીજા પાર રોપ રહી ગયો. આમ થતા દાના રાઠોડ હિંમતથી મંત્ર જાપ કરવા બેસી ગયા આને વાંઝાઓનો મંત્ર જાપ પૂરો થતા (નક્ષત્ર ને) તારા ને આકાશમાં ચડાવવો હતો. એટલે તારો ચડાવવા પ્રયત્નો કરવા લાગ્યા આને સર્વ વિદ્યા આજમાવી લીધી. પરંતુ તારો ચડ્યો નહી આમ જો સ્વર થઇ જય તો અનર્થ થાય અને અંતે દાના રાઠોડના પગમાં પડ્યા અને માફી માંગી. ત્યારે દાના રાઠોડે એક શરત કરી કે હવે પછી કોઈ વર્ષે તમારે આ જગ્યાએ આવવું નહિ તો તારો ચડાવી આપું. આ વાત વાંઝાઓ એ કબુલ કરી. તુરંત દાના રાઠોડે તારો પાછો ચડાવી દીધો. આ બાબતમાં વાંઝાઓ દાના રાઠોડને પાછો પાડવા અને રાજા પાસે ઇનામ લેવાની આશાએ એવી વાત મૂકી કે આ વખતે અમાસ ને દહાડે બીજનો ચંદ્રમા ઉગશે. ત્યારે બ્રાહ્મણોએ આ વાતનો વિરોધ કર્યો. છતાં વાંઝાઓ મક્કમ રહ્યા આને તેમને વિદ્યાબળથી કરી બતાવવા હિમંત ગુપ્ત રીતે કરી હતી. આને આ વાત રાજાએ કબુલ રાખી આમ અમાસની રાત આવી અને રાત્રે એક મેદાનમાં ઘણા બધા લોકો ભેગા થયા ત્યારે વાંઝાઓ એ એક તરકીબ રચી અને કાંસાની થાળી અડઘી કાપી વિદ્યાબળથી આકાશમાં ચડાવી આમ સર્વે લોકોને ચંદ્ર દર્શન કરાવી દીધા આને બ્રાહ્મણો પાછા પડ્યા.
આમ થતા સર્વે અચરજ પામી ગયા અને કહેવા લાગ્યા કે હવે હળાહળ કલયુગ આવી ગયો. આમ વાતો થતી હતી ત્યારે દાના રાઠોડ ફરતા ફરતા આવી ચડ્યા આને રાજાને કહ્યું આ ધતિંગ છે. ત્યારે રાજાએ કહ્યું કે અમો સર્વે કોઈ જોઈ રહ્યા છીએ ત્યારે તું ધતિંગ કહે છે. ત્યારે દાના રાઠોડે કહ્યું હુકમ કરો તો બતાવી આપું અને આ બાબતનું ઇનામ મને મળવું જોઈએ ત્યારે રાજા એ કાબુલ કર્યું તુરંતજ દાન રાઠોડે હુકમ કર્યો કે આજે તુરંત જ ચંદ્રરૂપી આડઘી થાળી સભા વચ્ચે આવી પડી. આ જોઈ વાંઝાઓ ને દંડ કર્યા અને દાન રાઠોડને ઇનામ આપ્યું. આથી વાંઝા સાથે દાના રાઠોડ ને વેર થયું અને દાના રાઠોડ ને પાડી બતાવવા માટે વાંઝાઓ તરફથી તરકીબો થવા લાગી. આ બાબત માં દાના રાઠોડ જરા દયાવાન આને ભોળા હતા તેથી તેને પણ રોપ રાખ્યો નહિ.
આમ ધીરે ધીરે દાના રાઠોડ ને રાજ્યના ગુનામાં લઇ આવવા પ્રયાસો શરૂ થયા આને ઘણી બાબત માં દાના રાઠોડ નિર્દોષ છૂટી જતા. એક વખત રાજ્યમાં વાંઝા તરફથી ભયંકર કાવતરું રચવામાં આવ્યું આને તેમાં દાના રાઠોડને સંડોવી દીધા અને કાવતરું ખુલ્લું પાડી દાના રાઠોડ માથે ગુનો સાબિત કરી દીધો. ત્યારે રાજા એ હુકમ કર્યો કે તેને જેલમાં પુરી દો. આમ દાના રાઠોડ ને જેલમાં પુરવામાં આવ્યા. પરંતુ દાન રાઠોડ જેલમાં રહે ખરા? જેલમાં છતાંય તેને ગામમાં ફરતા જોયા એવું ઠસાવી દીધુ કે આ માણસ રાજાની જાન લેવાની વાતો કરે છે અને વિદ્યા બળથી ત્યારે રાજાની જેલમાં રહેતો નથી. ત્યારે રાજાએ તેને જીવતો બાળી નાખવાનો હુકમ કર્યો. આ હુકમ થતા બાંધીને કુવામાં ઉતાર્યા અને ઉપરથી ઝરા ઝાંખરા નાખી આગ મૂકી ત્યારે સર્વે વાંઝા કહે છે કે હવે આપનો દુશ્મન ગયો, ત્યાં તો દાના રાઠોડ બધા વચ્ચે ઉભા ઉભા બોલી રહ્યા હતા કે આ રહ્યો હું તમને બધાને છોડીશ નહિ. આ વાતની રાજાને ખબર પડી કે દાના રાઠોડ હાજી પણ માર્યા નથી અને હજી પણ દબાવવાની વાતો કરે છે. તુરંતજ રાજા એ બીજો હુકમ કર્યો કે કાલે તેને તોપણ મોઢે બાંધીને ઉડાવી દેવો. આમ થતા વાંઝાઓ રાજી થયા અને બીજા દિવસે આ દાના ને ટોપ ના મોઢે બાંધ્યો ત્યારે આખું ગામ જોવા આવ્યું. ટોપ ફોડવાનો રાજાએ જાતે હુકમ કર્યો ત્યારે ટોપથી રાઠોડના કહેવા પ્રમાણે માન્યો નહિ આને દાનાને જામગ્રી આપી નહિ.
આમ તોપચીએ જામગ્રી મેલી આને ટોપ ફૂટી પરંતુ તે પાછળથી ટૂટ્ટી અને પાછળના ભાગનો લોચો નીકળી ગયો. તોપચી બેભાન થયો પરંતુ બચી ગયો. આને દાના રાઠોડ હસતા મોઢે તોપના મુખ પાસે ઉભા રહ્યા આ જોઈને જામવિભાજી બહુજ અચરજ પામ્યા અને તેને છોડાવી તેમના બધા જ ગુનાઓનો આરોપ વાંઝાઓ ઉપર ગયો અને પોતે નિર્દોષ કર્યો. આવું પરાક્રમ જોઈ રાજાએ સારું ઇનામ આપ્યું તથા નાગના ની સીમમાં એક મોટું ખેતર વાવી ખાવા આપ્યુ. આમ બે ઇનામો મળ્યાં.
ત્યારે દાના રાઠોડે કહ્યું કે નાગના નું ખેતી ઉપરનું દાણ માફ કરો. (કારણ કે ખેડૂત નબળા છે) ત્યારે આ વાત મંજુર રાખી અને નાગનાનું દાણ માફ કર્યું. આ દાના રાઠોડ નું મૃત્યુ કહે છે કે તેની ભાભી (તે પણ મંત્ર બાળવાળી હતી આને દિયર ભોજાઈ ને બનતું નહિ હોઈ) એ કોઈ કવેરા ના સમયે લાગ જોઈને તેના પર વિદ્યાનો વાર કર્યો અને દાન રાઠોડ મૃત્યુ પામ્યાપ આમ દાના રાઠોડ તેમના મૃત્યુ બાદ તેના ખેતરને ગૌચર તરીકે જાહેર કરતા ગયેલ અને આજે પણ દરિયા કિનારે આવેલ તેમનું ખેતર ખેડી શકતા નથી. અને ગૌચર માટે જ વપરાઈ છે. તે જ ખેતરમાં તેમની ખાંભી ઉભી છે. અને તેમની માનતાઓ ચાલે છે. તથા તેમના કુટુંબો ત્યાં નિવેદ્ય ધરાવવા જાય છે. આમ દાના રાઠોડ તેમના જીવન દરમ્યાન અસંખ્ય પરચાઓ આપ્યા છે જે આજે દાનડાડા નામથી પુજાય છે.
ll જય દાના ડાડા સત્ય છે. ll