Thursday, May 26, 2022

Buy now

ગોલ્ડ મેડલ સાથે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન મેળવતાં મોરબી સતવારા સમાજના પરમાર રૂપેશ (કવિ જલરૂપ).

આઝાદી કા અમૃત મહોત્સવ, ૨૬ જાન્યુઆરી નિમિતે દેશ પરદેશ આંતરરાષ્ટ્રીય મેગેઝિન દ્રારા દેશ ભક્તિ અને શોર્ય ગીત કાવ્ય લેખન ની સ્પર્ધા મેગેઝિન એમ્બેસેડર ઇવા બેન પટેલ અને મેગેઝિનના કમિટી મેમ્બર્સ દ્રારા આ સ્પર્ધા યોજવામાં આવેલી તેમાં ૨૨ દેશના અનેક સર્જકોએ પોતાના કાવ્યો મોકલાવેલા. તેમાં મોરબીના યુવા કવિ જલરૂપે દ્વિતિય સ્થાન મેળવ્યું હતું. ટૂંકા ગાળામાં ‘ કાવ્ય અમૃત ‘ પુસ્તકરૂપે પ્રકાશિત થશે. આ સ્પર્ધા અને બુકને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ રેકોર્ડ કરી છે. તે અંતર્ગત મોરબી જિલ્લાના યુવા કવિ જલરૂપનું નામ સાહિત્ય જગત માં પ્રસિદ્ધિ પામતા તેઓ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા હોલ્ડર વિથ ગોલ્ડ મેડલ બન્યા છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી તેઓને ગોલ્ડ મેડલ, રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા છે. પરમાર રૂપેશ નાનપણથી જ કાવ્યો લખે છે. જે જલરૂપના ઉપનામથી ખ્યાતનામ થયા છે. જે ૧૮ વર્ષ સુધી યુવા મહોત્સવમાં ભાગ લીધેલ છે. ગઝલ લેખન, કાવ્ય લેખન, નિબંધ લેખન, એકપાત્રીય અભિનય, સર્જનાત્મક કળા, પાદપૂર્તિ, ચિત્રકળા વગેરે સ્પર્ધામાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશકક્ષાએ તેમજ રાજયકક્ષા એ નંબર મેળવ્યા છે ને આજે તે યુવા મહોત્સવમાં નિર્ણાયક તરીકે સેવા આપે છે.૨૦૧૯ માં તે મોરબી રોટરી ક્લબ ના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે જે હાલ ૨૨ જેટલી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તે પર્યાવરણ પરિવાર ચલાવે છે. પુસ્તક પરબ મોરબીના પણ સભ્ય છે.૨૦૧૯ માં તેનું પ્રથમ અછાંદસ કાવ્ય સંગ્રહ ‘આઇ લવ મી’ પુસ્તક પ્રકાશિત થયું અને ટૂંકા સમયમાં ‘દીકરી ને દુર્ગા બનાવો’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થશે.

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ