ગત મહિને Googleએ જાહેરાત કરી હતી કે તે તમામ કોલ રેકોર્ડિંગ એપ્સને પ્લે સ્ટોર પરથી બેન કરી રહ્યા છે. આ Play Store પોલિસી આજે એટલે કે 11 મેથી લાગૂ થઈ ગઈ છે. જો કે, તેની અસર તે ફોન પર નહીં દેખાય જેમાં ઈનબિલ્ટ રેકોર્ડિંગ ફિચર આપવામાં આવ્યું છે.
ટેક જોઈન્ટ ગૂગલ કોલ રેકોર્ડિંગ એપ્સ અને સર્વિસની વિરુદ્ધ છે. કંપનીનું માનવું છે કે, તે યૂઝર્સની પ્રાઈવસીની વિરુદ્ધ છે. આ કારણથી Googleના Dialer એપથી જ્યારે કોલ રેકોર્ડ કરવામાં આવે છે તો બંન્ને સાઈડના યૂઝર્સને આ અંગે સૂચના આપવામાં આવે છે.
Google એ સ્પષ્ટ કર્યું કે, આ ફેરફારની અસર માત્ર થર્ડ પાર્ટી એપ્સથી કોલ રેકોર્ડ કરનાર યૂઝર્સ પર પડશે. તેનો મતલબ જો તમારા ફોનમાં ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફિચર ઉપલબ્ધ છે તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
જો કે, રેકોર્ડિંગ ફંક્શનલિટી એ વાત પર ડિપેન્ડ કરે કે તમારા દેશમાં કોલ રેકોર્ડ કરવું લીગલ નથી. ભારતમાં હાલ કોલ રેકોર્ડ કરી શકાય છે. આ કારણથી જો તમારા ફોનમાં ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર આપવામાં આવ્યું છે તો તમે પહેલાની જેમ જ કોલ રેકોર્ડ કરી શકશો.
નવી Google Play Store Policy અનુસાર, કંપની કોઈ પણ થર્ડ પાર્ટી એપને એન્ડ્રોઈડ ફોન પર Googleની એક્સેબિલિટી APIનો ઉપયોગ કરવા દેશે નહીં. તેનાથી કોલ રેકોર્ડર એપ કામ કરશે નહીં. કંપનીએ એન્ડ્રોઈડ 10 કોલ રેકોર્ડિંગ ફીચરને ડિફોલ્ટ બંધ કરી દીધું હતું.
જેનાથી કોલ રેકોર્ડિંગ એપ્સ ફોનના એક્સેબિલિટી APIનો ઉપયોગ કરી કોલ રેકોર્ડ કરવા લાગ્યા હતા. તેનાથી એપને જરૂરી વસ્તુને એક્સેસ મળતું હતું જેનો ખોટો ફાયદો અનેક ડેવલપર્સ ઉઠાવતા હતા. તેને જોતા જ Googleએ પોલિસીમાં ફેરફાર કર્યો. હવે કોલ રેકોર્ડિંગ એપ્સને એક્સેબિલિટી APIને એક્સેસ આપવામાં આવશે નહીં. જેનાથી કોલ રેકોર્ડિંગ કરવામાં આવશે નહીં.
Googleની આ જાહેરાત બાદ Truecaller એ પણ પોતાની એપથી કોલ રેકોર્ડિંગ ફીચરને હટાવવાની જાહેરાત કરી હતી. એટલે કે Truecaller દ્વારા પણ યૂઝર કોલને રેકોર્ડ કરી શકશે નહીં.