Thursday, May 26, 2022

Buy now

ફોન ખોવાઈ કે ચોરાય જાય તો આ રીતે બંધ કરો Paytm, Google Pay, Phoane Pe સર્વિસ…

કોરોના બાદ આપણે ત્યાં યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (UPI) દ્વારા Paytm, Google Pay, Phoane Pe ઉપરાંત અન્ય પેમેન્ટ સર્વિસ જરૂરિયાત એની ગઈ છે. તે કોઈપણ પેમેન્ટ કરવા કે પૈસા ટ્રાન્સફર કરવાનો એક સુરક્ષિત અને સરળ રસ્તો ઉપલબ્ધ કરાવે છે. પણ જો તમારો ફોન ખોવાઈ જાય છે અથવા ચોરાઈ જાય છે, તો આ સ્થિતિમાં આ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ થતો રોકવો જરૂરી બની જાય છે. ત્યારે અહીં ફોન ખોવાઈ જવાની સ્થિતિ માં Paytm, Google Pay કે અન્ય સર્વિસને કેવી રીતે બ્લોક કરી શકાય તે બાબતે તબક્કાવાર જાણીએ.

Paytm કેવી રીતે બંધ કરશો?

જો તમે ફોનમાં પેટીએમનો ઉપયોગ કરો છો તો ફોન ખોવાઈ કે ચોરી થયાની સ્થિતિમાં હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરવો. અહીં ખોવાયેલા ફોનનો વિકલ્પ પસંદ કરો અને તેમાં બીજો નંબર રજીસ્ટર કરવા પર પસંદગી કરો. એ પછી તમારા ખોવાયેલા ફોનનો નંબર એન્ટર કરો. ત્યારબાદ પેટીએમની વેબસાઈટ પર 24*7 હેલ્પ પાર જાઓ. અહીં Report a Fraud પર ક્લિક કરો અને કોઈપણ શ્રેણીમાં ક્લિક કરીને કોઈ એક મુદ્દા પર પસંદગી કરો, એ પછી સૌથી નીચે Message Us બટન આવશે, તેના પર ક્લિક કરો. અહીં તમારે તમારા ખાતાની માલિકીનું પ્રમાણ રજુ કરવાનું હોય છે. જે ડેબિટ – ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ હોઈ શકે છે જેમાં પેટીએમ ખાતાની લેવડ દેવડ તેના કોન્ફોરમેશન ઇમેઇલ કે મેસેજ ફોન નંબરની માલિકીનું પ્રમાણ કે ખોવાયેલા કે ચોરી થયેલા ફોન વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ નું પ્રમાણ વગેરે હોઈ શકે છે. એક વાર આ થઇ ગયા પછી પેટીએમ તમારા ખાતા ની માલિકી તમારી જ છે એ સ્વીકારી ને તરત જ એકાઉન્ટ ને બ્લોક કરી દેશે, એ પછી તમે ફરી તમારી જરૂરિયાત પ્રમાણે તેને એકટીવેટ કરાવી શકો છો.

Google Pay એકાઉન્ટ ને આ રીતે બંધ કરો.

યુઝરે હૅલ્પલાઈન નંબર 18004190157 પર કોલ કરીને પ્રથમ ભાષાની પસંદગી કરવાની હોય છે. એ પછી આઈવીઆરમાં કહેવામાં આવતા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પો પસંદ કરતા જવા. અહીં નિષ્ણાંત સાથે વાત કરવાનો વિકલ્પ પસંદ કરો જે તમને Google Pay એકાઉન્ટ ને બ્લોક કરવામાં મદદ કરે. એન્ડ્રોઇડ અને ios યુઝર પોતાની ડેટા ઓફર બંધ કરાવી દેવી જોઈએ. જેથી ચોરી જનાર કે ફોન જેમના હાથમાં આવ્યો છે તે વ્યક્તિ તમારા Google Pay એકાઉન્ટનો ઉપયોગ ન કરી શકે. આટલું કરશો ત્યાં સુધી માં Google Pay નિષ્ણાંત તમારું એકાઉન્ટ બ્લોક કરી દેશે.

Phone Pe આ રીતે બંધ કરો.

Phone Pe ના યુઝરે 08068727374 અથવા 02268727374 નંબર પર કોલ કરવાનો હોય છે. તમને પૂછવામાં આવશે કે સુ તમે તમારા Phone Pe એકાઉન્ટમાં કોઈ સમસ્યાને રિપોર્ટ કરવા માંગો છો? તો આ નંબર દબાવો. તમારે એ નંબર કીબોર્ડમાંથી એન્ટર કરવો. એ પછી તમે કસ્ટમર કેરના અધિકારી સાથે જોડાશો. જે તમને અમુક બાબતો જેવી કે ફોન નંબર, ઇમેઇલ આઇડી, છેલ્લું ટ્રાન્જેકશન વગેરે પૂછીને તમારા Google Pe એકાઉન્ટને બ્લોક કરવામાં મદદ કરશે.

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ