Friday, December 2, 2022

Buy now

અભિનંદન… રાષ્ટ્રીય કક્ષાએ કરાટે ચેમ્પીયનશીપ માં ગોલ્ડ મેડલ વિજેતા કુ. જીલ નિતેશભાઈ મકવાણા

તા.19-09-2021 ના રોજ ભારતીય માર્શલ આર્ટ સંસ્થાન દ્વારા જયપુર ખાતે યોજાયેલ 10 મી રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ માં કુ. જીલ નિતેશભાઈ મકવાણા એ પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવી સતવારા સમાજ નું ગૌરવ વધારેલ છે. ભવિષ્ય માં પણ તેઓ માર્શલ આર્ટ માં ખુબજ પ્રગતિ ના સોપાનો સર કરે, સ્વબચાવ અને નારી સુરક્ષા માટે દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બને તેવી શુભેરછાઓ સહ અભિનંદન.

મૂળ ગામ કાનવીરડી, તાલુકો:લાલપુર, હાલ જામનગર નિવાસી શ્રી નિતેશભાઈ હીરાભાઈ મકવાણા તથા શ્રીમતી  દક્ષાબેન નિતેશભાઈ મકવાણા ના દીકરી કુ. જીલ અગાઉ પણ જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ, રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ અને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ અને કરાટે ચેમ્પિયનશીપમાં ઇન્ટરનેશનલ કક્ષા એ 14 દેશ ના ખેલાડીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધા માં ગોલ્ડ મેડલ મેળવી ચુક્યા છે અને શ્રી નિતેશભાઈ મકવાણા સાથે થયેલ વાતચીત માં તેઓએ જણાવ્યું હતું કે દીકરી જીલ નું સપનું ઓલમ્પિક ગેમમાં ભારત નું પ્રતિનિધિત્વ કરી દેશ નું નામ રોશન કરવાનું છે અને હવે તે તેમના લક્ષ્ય ઓલમ્પિક મેડલ તરફ ધ્યાન કેન્દ્રિત કરી અને તેના માટે ની તૈયારી શરૂ કરેલ છે.

શ્રી નિતેશભાઈ જણાવે છે કે સમાજ ની દરેક દીકરી આત્મ નિર્ભર બને અને સ્વસુરક્ષામાં અગ્રેસર રહે તેવો સમાજ ના દરેક ભાઈઓ – બહેનો વિચારતા થાય અને ઉત્કૃષ્ઠ સમાજનું નિર્માણ થાય.

જય સિદ્ધનાથ… જય સતવારા…

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ