Wednesday, June 7, 2023

Buy now

માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો…
વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ?

જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.

કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે
પોતાની કવિતામાં કહ્યું છે કે,
“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !
માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે.
વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.
     બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાલકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે. જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.
આખા જગતનો આધાર માતાની આગળી છે .એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?
- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ