Thursday, May 26, 2022

Buy now

શું તમે પણ કરો છો નેટબેંકિંગનો ઉપયોગ, તો જાણી લો શું છે NEFT, RTGS અને IMPS વચ્ચે તફાવત

ડિજીટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે હવે દરેક વ્યક્તિ ડિજીટલ પેમેન્ટ કરી રહ્યો છે. ભારતમાં નોટબંધી થયા બાદ રોકડ વ્યવહારમાં લોકોને ઘણી મુશ્કલીનો સામનો કરવો પડ્યો, તેથી લોકો ધીરે ધીરે ડિજીટલ પેમેન્ટ તરફ આકર્ષાયા છે. હાલના સમયમાં સરકારના પ્રયાસો અને પેમેન્ટની સરળતાને કારણે મોટાભાગના લોકા ડિજીટલ પેમેન્ટ કરવા તરફ વળ્યા છે. એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા હોય કે પછી કોઈને ચુકવણી કરવી હોય, હવે લોકો ડિજીટલ પેમેન્ટનો જ સહારો લે છે. આ વ્યવસ્થાએ લોકોનું જીવન સરળ બનાવ્યું છે, પહેલાની જેમ કલાકો બેંકની લાઈનમાં ઉભા રહેવાની સમસ્યામાંથી લોકો મુક્ત થયા છે. ભારતમાં મોટાભાગનાં તમામ સ્થળો, નાની દુકાનથી લઈને મોટી કંપનીઓ અને બેંકોએ પણ ડિજીટલ પેમેન્ટને અપનાવ્યું છે, જેને કારણે હવે લોકો માટે નાણાંકીય વ્યવહાર કરવા સરળ બન્યા છે.
આપણે ત્યાં તેમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT), રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS), ઈમિડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS), ચેક, નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (એનએસીએચ), યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), અનસ્ટ્રક્ચર્ડ સપ્લીમેન્ટ્રી સર્વિસ ડેટા (USSD), ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, પ્રીમેન્ટ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પીપીઆઈ) અને મોબાઈલ બેન્કિંગ વગેરેને આરબીઆઈ તરફથી ડિજિટલ પેમેન્ટ કરવા માટેની માન્યતા મળેલી છે. જેમાં PhonePe, G Pay, Paytm જેવા ડિજિટલ વોલેટ અને UPIનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આટલા બધા પેમેન્ટનાં વિકલ્પો હોવાથી ટ્રાન્જેક્શન કરતી વખતે એ સવાલ ચોક્કસથી થાય છે કે કઈ રીતે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરવું યોગ્ય રહેશે. આ બાબતે ઘણી વ્યક્તિઓમાં મુંઝવણ થતી હોય છે. તો આજે અમે આપને ડિજિટલ પેમેન્ટનાં વિકલ્પ તરીકે વપરાતા NEFT, RTGS અને IMPS શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે તે અંગે જાણકારી આપીશું.
NEFT
NEFT એ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કરવાની એક રીત છે, જેના દ્વારા કોઈ બેંકનો એકાઉન્ટ ધારક બીજી બેંકના એકાઉન્ટ ધારકને પૈસા મોકલી શકે છે. NEFTનું પુરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર છે, આ ફંડ ટ્રાન્સફરનો વિકલ્પ રિઝર્વ બેંકની દેખરેખ હેઠળ કામ કરે છે. આ સુવિધા સમગ્ર દેશની 101 Bankની 82500 બ્રાન્ચમાંથી 74600 બ્રાન્ચમાં ઉપલબ્ધ છે.
RTGS
RTGS એ ફંડ ટ્રાન્સફર કરવાની ઝડપી પ્રક્રિયા છે. આ સિસ્ટમ દ્વારા તમે એક બેંક ખાતામાંથી બીજામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આરટીજીએસ એ ફુલ-ફોર્મ રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ છે.
IMPS
ઓનલાઈન બેંકિંગ હેઠળ તમને અલગ અલગ રીતે ફંડ મોકલવાની સુવિધા મળે છે. આ પ્રક્રિયાઓમાંની એક IMPS છે, જેનો અર્થ છે ઇમરજન્સી મોબાઇલ પેમેન્ટ સેવા. IMPS ફંડ ટ્રાન્ઝેક્શન સર્વિસ દ્વારા તમે કોઈપણ બેંક ખાતા ધારકને કોઈપણ સમયે નાણાં મોકલી શકો છો. ખાતાધારકને થોડીક સેકન્ડોમાં ફંડ મળી જશે. IMPS દ્વારા ફંડ મોકલવા પર કોઈ પ્રતિબંધ નથી. તમે દિવસના 24 કલાક, અઠવાડિયાના 7 દિવસે ફંડ મોકલી શકો છો.
NEFT, RTGS અને IMPS વચ્ચે શું છે તફાવત
NEFT
NEFT ભારતના પ્રમુખ મની ટ્રાન્સફર સિસ્ટમમાંથી એક છે. અહીં એક વ્યક્તિ જ્યારે કોઈ બીજા વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે, તો તે ફંડ તે જ સમયે ટ્રાન્સફર થતું નથી. NEFTમાં ફંડના બેચને આધારે ટ્રાન્સફર કરવામાં આવે છે. દર અડધા કલાકે ફંડ ટ્રાન્સફર બેચ રિલીઝ કરવામાં આવે છે. આ અડધા કલાકનાં સમય ગાળા દરમ્યાન જે પણ લોકો દ્વારા ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે, તે પૈસા એક બેંકથી બીજા બેંક મોકલવામાં આવે છે. આ ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયા અડધા કલાકમાં પૂર્ણ થાય છે. NEFT સેવાનો ઉપયોગ 24 કલાક કરી શકાય છે. જણાવી દઈએ કે ઈન્ટરનેટ ફંડ ટ્રાંસફર પ્રોસેસ જેમ કે NEFT, RTGS, IMPS અને UPI દરેક માટે અલગ અલગ લિમિટ નક્કી કરાઈ છે, જે મિનીમમ અને મેક્સિમમ અમાઉન્ટ પર આધારિત હોય છે. IMPS અને UPI દ્વારા ત્વરિત ધોરણે ફંડ ટ્રાન્સફર થઈ જાય છે. જ્યારે NEFT અને RTGSમાં ફંડ ટ્રાન્સફરમાં થોડો સમય લાગે છે.

RTGS
RTGS તાત્કાલિક ફંડ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા ફંડ રિયલ ટાઈમમાં એટલે કે અતિ ઝડપી ટ્રાન્સફર કરી શકાય છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ પ્રમાણે હવે 24 બાય 7 આ સેવાનો ઉપયોગ કરી શકાય છે, એટલે કે તમે કોઈ પણ સમયે RTGSની મદદથી ફંડ ટ્રાન્સફર કરી શકો છો. RTGSમાં જેવાં જ યૂઝર ફંડ ટ્રાન્સફર કરે છે, તે જ સમયે ત્વરિત ધોરણે તેનું ફંડ ટ્રાન્સફર થઈ જાય છે.

IMPS
IMPS એટલે કે ઈમિડિએટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ. આના નામ પરથી જ જાણી શકાય છે કે આ ફંડ ટ્રાન્સફર નો એ વિકલ્પ છે, જેનાંથી ખુબ જ ઝડપી ફંડ ટ્રાન્સફર થાય છે. IMPSને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજ કરવામાં આવે છે. IMPSના માધ્યમથી આખા વર્ષ દરમ્યાન 24 કલાક અને 7 દિવસ ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.

બધા જ ફંડનાં ટ્રાન્સફર પર કેટલાક અલગ અલગ ચાર્જીસ લાગે છે, જે બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે. આ રકમ ફંડ ટ્રાન્સફરના સમય પર પણ આધારિત હોય છે. IMPS અને NEFT 24*7 ઉપલબ્ધ હોય છે પણ RTGS બેંકના વર્કિંગ કલાકો પર નિર્ભર હોય છે.

NEFT, RTGS અને IMPS દ્વારા કેટલો ચાર્જ લાગે છે
જો ચાર્જીસની વાત કરવામાં આવે તો IMPS અતર્ગત ઓછામાં ઓછા 2.5 રુપિયા અને વધુમાં વધુ 25 રુપિયાનો ચાર્જ લાગે છે. આ સિવાય જીએસટીની ચુકવણી પણ તેના પર કરવી પડે છે. બેંક પોતાની પોલિસીને આધારે કોઈ પણ શુલ્કની માફી પણ આપી શકે છે અને ચાર્જ પણ કરી શકે છે.

NEFT માં ઈન્ટરનેટ બેંક ચાર્જ 1થી 5 રૂપિયા સુધીનો હોય છે જેમાં જીએસટી પણ આપવાનું રહે છે.

RTGS માટે બેંક દ્વારા 5થી 10 રુપિયા સુધીનો ચાર્જ વસુલવામાં આવે છે. અહીં પણ જીએસટીની ચુકવણી કરવાની રહે છે. 2 લાખથી 5 લાખ સુધીના ટ્રાન્જેક્શન પર જીએસટી ચાર્જ કરવામાં આવે છે.

આરબીઆઈના નિયમ મુજબ બેંક આ તમામ ચાર્જ નક્કી કરી શકે છે. જો કે 2019માં આરબીઆઈએ સૂચન કર્યું હતું કે આ ચાર્જ બંધ અથવા તો ઓછા કરવામાં આવે, જેથી ગ્રાહકોને ચાર્જ રુપે વધુ નાણાં ન ચૂકવવા પડે. કોઈ પણ ફંડ ટ્રાન્સફર કરતા પહેલા ફંડ ટ્રાન્સફર કરવાનો હેતુ અને રકમ નક્કી કર્યા બાદ જ અને ચાર્જીસ અંગે વિચાર્યા બાદ જ ફંડ ટ્રાન્સફરની રીતનો નિર્ણય કરવો.

- Advertisement -

Current Time

Latest Articles

બાળકોના સ્માર્ટફોનની લત માટે માતા-પિતાની આ ભૂલો પણ જવાબદાર છે, તેને તાત્કાલિક સુધારો

આજના સમયમાં જ્યારે દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ છે, ત્યારે માતા-પિતા માટે પોતાના બાળકોને ફોન સ્ક્રીનથી દૂર રાખવા એ કોઈ પડકારથી ઓછું નથી. સ્માર્ટફોન,...

નવો નિયમ: ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે, હવે ડેબિટ કાર્ડ રાખવાની જરૂર નથી

ડિજિટલ ટ્રાન્ઝેક્શનના યુગમાં ATMમાંથી રોકડ ઉપાડનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ જો તમે વારંવાર ATMમાંથી રોકડ ઉપાડો છો તો, આ સમાચાર તમારા માટે...

પોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ હોલ્ડર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં જ મળવા લાગશે ઓનલાઈન સુવિધા

પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. પોસ્ટ ઓફિસે તેના નાના બચત ખાતામાં લોકોને RTGS અને NEFT જેવી ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા...

ટ્યુશન વગર સરકારી શાળામાં અભ્યાસ કરતી કિશોરીએ પોતાના પરિણામથી સૌને ચકિત કર્યા

સામાન્યપણે વાલીઓ પોતાના સંતાનોને સારી ગુણવત્તાનું શિક્ષણ અપાવવા ખાનગી શાળાઓમાં મોકલવા ઉપરાંત ખાનગી ટ્યુશનમાં મોકલે છે. તો બીજી તરફ સરકારી શાળાઓમાં સારું શિક્ષણ ન...

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુમાખી પાલકો માટે રૂા.૫૦૦ કરોડનું પ્રાવધાન કર્યું

ગુજરાતના એકતા નગર ટેન્ટ સિટી-૨ ખાતે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષસ્થાને “વિશ્વ મધમાખી દિવસ” નો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ