આ વ્રત જયારે અમે નાના હતા ત્યારે ખૂબ જ કરતા અને આખો દિવસ ભાઈ માટે ઉપવાસ કરતા સાંજ પડે એટલે ચાંદામામાની ઉગવાની રાહ જોતા પછી એક રોટલા નું ચાનકુ લેતા એમાં એક નાનું કાણુ પાડીને ચાંદા મામા ને જોતા અને ભાઈની લાંબી ઉંમર અને સફળતા માટે ઈશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને ખૂબ જ પ્રેમથી બોલે…
પોષી પોષી પૂનમડી
અગાસે રાંધ્યાં અન્ન;
ભાઈની બેન જમે કે રમે ?
ત્યારે ભાઈ બહેનને વધારે હેરાન કરવા કહેતા કે જાઓ જાઓ રમો આમ પણ તમને બધા ને રમવાનો તો બહું શોખ છે ત્યારે નિરાશ થઇ જતા કે ભાઈ જ્યાં સુધી જમવાનું નહિ કે ત્યાં સુધી તો ભૂખ્યા જ રહેવું પડશે પણ ખબર નહિ થોડા સમય પછી એ જ ભાઈ બહેનને ભેટીને કહે બહેન આખો દિવસ તે મારાં માટે ઉપવાસ કાર્યો મારી સફળતા અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી આ બધું એક બહેન સિવાય કોણ કરી શકે?
ગાંડી ચાલ જમી લે.. બહુ થયુ રમવાનું.. અને ભાઈ બેનનો પ્રેમ તો જોવો પછી થી ખબર પડે કે ભાઈએ પણ પોષી પૂનમ કરેલી.. બાળપણની ભાઈ બહેનની મીઠી યાદો.. સાસરે પણ દરેક દીકરીના કાનમાં ગુજતી રહે છે…
પોષી પૂનમની દરેક ભાઈ બહેનને શુભેચ્છાઓ.