રાવલ સહીત દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વિવિધ સ્થળે સેવાઓ આપનાર અને રાવલમાં એ.એસ.આઈ. તરીકે પ્રજાલક્ષી અભિગમ સાથે ઉમદા સેવાઓ આપનાર એએસઆઈ દામજીભાઇ નકુમે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરતા સતવારા સમાજનું ગૌરવ વધ્યું છે. અને રાવલ વિસ્તારમાં પણ ખુશીની લહેર દોડી ગઈ છે.
દામજીભાઇ હાલ માં કલ્યાણપુરમાં ફરજો બજાવી રહ્યા છે. જયારે તેમણે રાવલમાં પણ વર્ષો સુધી પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સિદ્ધાંતને અનુરૂપ સેવાઓ બજાવી હોવાથી સર્વત્ર લોકપ્રિય બન્યા છે હવે તેઓ પી.એસ.આઈ. તરીકે પણ જ્યાં પોસ્ટિંગ થશે ત્યાં લોકોને મદદરૂપ થઈને કાયદો વ્યવસ્થા સહિતની પોલીસ તંત્રની ફરજો આવીજ રીતે માનવીય અભિગમ સાથે બજાવશે તેવી આશા સાથે સતવારા ન્યૂઝ તરફ થી શુભેરછા….