કન્યા છત્રાલય રાજકોટના ઉમદા હેતુ માટે જોરાવરનગર બોર્ડિંગ માં ઝાલાવાડ વિસ્તાર ના ૧૨૬ ગામના આગેવાનો અને જ્ઞાતિજનોની મિટિંગનું આયોજન તારીખ ૧૩ નવેમ્બર 2021 ના રોજ કરેલ. જેમા , રાજકોટ થી પ્રભુભાઈ નકુમ પ્રમુખશ્રી રાજકોટ સતવારા બોર્ડિંગ, ડી.કે .પરમાર, વિનુભાઈ ગુજરાતી, કૌશિકભાઇ ચૌહાણ, વલ્લભભાઈ પરમાર, વિનોદભાઈ રાઠોડ, અમુભાઈ પરમાર, પોપટભાઈ પરમાર અને કાળુભાઈ નકુમ એ કન્યા છાત્રાલય આયોજન બાબતે વિગતવાર ચર્ચા કરવામા આવી. આજરોજ આગેવાનોની મિટીંગ માં ગામ માંથી કન્યા છાત્રાલય બનાવવા તેમજ આપણા સમાજની દીકરીઓની ઉજ્જવળ શૈક્ષણીક કારકિર્દીના ઘડતર માટે આપણી શક્તિ અનુસાર આર્થિક સહયોગ કરવો અને સમસ્ત સતવારા સમાજના જ્ઞાતિબંધુઓ ને આ ભગીરથ કાર્ય માં જોડાવા તેમજ કન્યા છાત્રાલયના નિર્માણમાં વધુને વધુ દાન આપે તેમજ બીજાને દાન આપવા પ્રેરિત કરવા માટે સમસ્ત સમાજના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી. આ દરેક જગ્યાએ થી બહોળા પ્રમાણમાં સાથ સહકાર મળેલ છે અને ઘેર ઘેર ફરીને આ કન્યા છાત્રાલય માટે સારો એવો ફાળો કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે .ગામમાં મિટિંગમાં હાજર રહેલ આગેવાનો તેમજ જ્ઞાતિજનોની તસ્વીરી ઝલક