Friday, December 2, 2022

Buy now

ભગવાન શિવના ત્રિશુળ, ડમરુ, નાગ, નંદી, ત્રિપુંડ શેના પ્રતિક છે અને શિવને કઈ રીતે પ્રાપ્ત થયા?

જ્યારે બ્રહ્મનાદથી ભગવાન શિવ પ્રગટ થયા તો તેમની સાથે રજ, તમ અને સત આ ત્રણ ગુણો પણ પ્રગટ થયા. આ ત્રણ ગુણો શિવના ત્રિશૂળ બની ગયા. તેમની વચ્ચે સુમેળ સાધ્યા વિના બ્રહ્માંડનું સંચાલન શક્ય ન હતું. તેથી શિવે ત્રિશૂળના રૂપમાં આ ત્રણ ગુણો પોતાના હાથમાં ધારણ કર્યા.

ત્રિશૂળ- ભગવાન શિવજી (Lord Shiva)ને ત્રિશૂળ કઈ રીતે મળ્યું તેની કોઈ કથા નથી. માન્યતા છે કે સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે બ્રહ્મનાદથી ભગવાન શિવ પ્રગટ થયા તો તેમની સાથે રજ, તમ અને સત આ ત્રણ ગુણો પણ પ્રગટ થયા. આ ત્રણ ગુણો શિવના ત્રિશૂળ બની ગયા. તેમની વચ્ચે સુમેળ સાધ્યા વિના બ્રહ્માંડનું સંચાલન શક્ય ન હતું. તેથી શિવે ત્રિશૂળના રૂપમાં આ ત્રણ ગુણો પોતાના હાથમાં ધારણ કર્યા.

નાગ- ભગવાન શિવના ગળામાં જે નાગ છે તે નાગનું નામ વાસુકી છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે તે નાગોના રાજા છે અને તેમનું નાગલોક પર શાસન છે. સમુદ્ર મંથન દરમિયાન દોરડાનું કામ વાસુકીએ જ કર્યું હતું. કહેવાય આવે છે કે વાસુકી ભગવાન શિવના પરમ ભક્ત હતા. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને આભૂષણની જેમ ગળામાં ધારણ કરવાનું વરદાન આપ્યું હતું.

ડમરું- જ્યારે ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને નૃત્ય કરે છે, ત્યારે તેમના હાથમાં ડમરું હોય છે. આ ડમરુંનો આકાર રેતીની ઘડિયાળ જેવો છે, જેને દિવસ રાત અને સમયના સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવનો સ્વભાવ પણ એવો જ છે. તેમનું એક સ્વરૂપ વૈરાગીનું છે અને બીજું સ્વરૂપ ભોગીનું છે જે નૃત્ય કરે છે અને પરિવાર સાથે રહે છે.

ત્રિપુંડ- શિવજીના માથા પર ભભૂતથી 3 રેખાઓ બનેલી છે. માન્યતા છે કે આ ત્રણેય લોકોનું પ્રતિક છે. આને રજ, તમ અને સત ગુણોનું પણ પ્રતિક માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞ કુંડમાં સતીના આત્મદાહ કર્યા પછી શિવજી રૌદ્રરૂપ ધારણ કરે છે અને માતા મતિના દેહને ખભા પર લઈ ત્રિલોકમાં હાહાકાર મચાવે છે. આ જોઈ ભગવાન વિષ્ણુ સતીના દેહને ખંડિત કરી નાંખે છે. આ પછી ભગવાન શિવ હવનકુંડની રાખ પોતાના માથા પર લગાવે છે અને સતીની યાદમાં ત્રિપુંડરૂપમાં સ્થાન આપે છે.

નંદી- પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અને નંદી એક જ છે. ભગવાન શિવે નંદીના રૂપમાં જન્મ લીધો હતો. એવી કથા છે કે શિલાદ નામના ઋષિ મોહમાયાથી મુક્ત થઈને તપસ્યામાં લીન થઈ ગયા. તેમના પૂર્વજોને ચિંતા હતી કે આમ કરવાથી તેમનો વંશ નાશ પામશે. પૂર્વજોની સલાહ પર શિલાદે શિવજીની તપસ્યા કરી અને તેને એક અમર પુત્ર મળ્યો જે નંદી તરીકે જાણાતો છે.

- Advertisement -

Current Time

Latest Articles

જામનગર નું ધોરણ ૧૦ નું 69.68% પરિણામ: ગત વર્ષે 57.82% પરિણામ સામે આ વખતે 11.86 ટકા વધુ

ધોરણ 10 માં જામનગર જિલ્લા માંથી 15067 વિધાર્થીઓ  એ પરીક્ષા આપેલ હતી ગ્રેડવાઇઝ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા A1 - 420 A2 - 1436 B1 - 2171 B2...

ધોરણ 10નું પરિણામ આજે જાહેર, 65.18 ટકા પરિણામ આજે આવ્યું

ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે 9.6 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. 65.18 ટકા પરિણામ આજે આવ્યું છે. પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા...

ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, A1 ગ્રેડ માત્ર 12090 વિદ્યાર્થીઓને, જાણો B1થી E1 ગ્રેડ મેળવનારન કેટલા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ-2022માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં 7,72,771 વિદ્યાર્થીઓએ પરીક્ષા...

શું તમારે ડ્રોન પાયલટનનું સર્ટિફિકેટ જોઈએ છે અથવા તમે જાણવા માગો છો કે આ સર્ટિફિકેટ કેવી રીતે મળે છે, કેટલા પ્રકારના ડ્રોન હોય છે,...

સરકાર દ્વારા ડ્રોનના નિયમોમાં છૂટ આપવામાં આવી હોવાના કારણે દેશમાં ડ્રોનના માધ્યમથી ફુડ, મેડિકલ સપ્લાય વગેરે સર્વિસની ડિલીવરી સરળ બની જશે. વડાપ્રધાન મોદીએ ડ્રોનને...

કિસાન સન્માન નિધિ / તમારા એકાઉન્ટમાં 11મા હપ્તાની રકમ આવી કે નહીં? આવી રીતે કરો ચેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 11મા હપ્તાની રકમ ટ્રાન્સફર કરી છે. વડાપ્રધાન...

સતવારા સમાજ નું ડિજિટલ પ્લેટફોર્મ