બોટાદ ના હોમિયોપેથીક ડોક્ટર સંજય કણઝારીયા એ સૌથી મોટા ભંગદરની ઓપરેશન વગર હોમિયોપેથીક દવા વડે સારવાર કરી વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા માં રેકોર્ડ બનાવી સતવારા સમાજ નું નામ રોશન કરેલ છે.
ડો. સંજય કણઝારીયા છેલ્લા 2 વર્ષ થી શિવ હોમિયોપેથીક ક્લિનિક બોટાદ ખાતે પ્રેકટીસ કરે છે. જેમને અત્યાર સુધીમાં 600 થી 700 જેટલા દર્દીઓને હરસ-મસા તેમજ વાઢિયાની ઓપરેશન વગર હોમિયોપેથીક દવા વડે સારવાર કરેલ છે.
તેમની પાસે અંદાજિત 13 મહિના પહેલા એક દર્દી આવેલ. જેની તપાસ કરતા ભંગદર હોવાનો ખ્યાલ આવેલ. તેમની સોનોગ્રાફી કરાવતા 21X5 MM નું ભંગદર આવેલ જે ઓપરેશન વગર મટાડવું નહિવત હોય છે. પરંતુ ડો. સંજય કણઝારીયા ની 13 મહિના ની હોમીયોપેથીક સારવાર બાદ તા.25-02-2022 ના રોજ સોનોગ્રાફી કરાવતા સંપૂર્ણ મટી ગયેલ છે. એ પણ સાવ નજીવા ખર્ચ થી. જેની નોંધ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા લેવા માં આવેલ છે. તેમજ ટ્રોફી અને મેડલ થી સન્માનિત કરવામાં આવેલ છે.